ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી બાદ વિશ્વમાં ફરીથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમેરિકા અને યુરોપિયન દેશોમાં સંક્રમણ ખતરનાક સ્તરે ફેલાયું છે. લોકો માટે ઓમિક્રોન વેરીએન્ટ વધુ ગંભીર બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનએ લોકો માટે ખતરનાક છે જેમણે વેક્સિન નથી લીધી.
WHO ના પ્રમુખ ટ્રેડ્રોસ અધનોમનું કહેવું છે કે,ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ એટલો ગંભીર નથી, પણ ગંભીર બીમારીથી પીડતા લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આફ્રિકન દેશોમાં ઓછા વેક્સિનેશન પર ચિંતા વ્યક્ત કરતા WHOએ કહ્યું કે,’ આફ્રિકામાં 85 ટકા લોકોને હજુ વેક્સિનનો પહેલો ડોઝ પણ નથી અપાયો, ત્યારે આ સ્થિતિ બદલવાની જરૂર છે.’ સાથે જ પ્રત્યેક દેશોમાં વર્ષના મધ્ય સુધી 70 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય ઘણુ દુર છે. કારણ કે, 90 દેશોએ 40 ટકા રસીકરણનો આંકડો પણ પાર નથી કર્યો. જ્યારે 36 દેશ એવા છે, જ્યાં 10 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે.
કોરોનાએ વૈશ્વિક સ્તરે તોડયાં તમામ રેકોર્ડ
24 કલાકમાં જ વિશ્વમાં 31.50 લાખ કેસ
વિશ્વભરમાં કુલ કેસ 31.75 કરોડને પાર
વિશ્વભરમાં કુલ એક્ટિવ કેસ 4.91 કરોડ
USમાં છેલ્લાં 24 કલાકમાં 8.14 લાખ કેસ
ફ્રાન્સમાં કોરોનાનો સૌથી ભીષણ સમય
ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.61 લાખ કેસ