અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યા છે. દર બે દિવસમાં કેસ ડબલ થઇ રહ્યા છે. બીજી લહેર દરમિયાન કોરોનાથી મૃત્યુના કેસને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. સરકારે કોરોના અને કોરીનાની સારવાર દરમિયાન અન્ય રોગથી પીડાતા લોકોના મોતના આંકડા અલગ અલગ દર્શાવ્યા હતા. પરંતુ હાલમાં ગુજરાતમાં જે પ્રમાણે કોરોનાંથી મોત થઈ રહ્યા છે તે ચિંતાજનક છે.
હાલમાં સમયને કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત માનવામાં આવી રહી છે. શરૂઆતમાં સમયમાં જ કોટોનાથી મોતના સરકારી આંકડો જ ખૂબ ડરામણો છે. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 22 લોકોના મોત નીપજ્યા છે. આ મોત એવા સમયમાં થયા છે જ્યારે કોરોનાની કોઈ લહેર નથી. હોસ્પિટલમાં સારવાર લોકો માટે ઉપલબ્ધ છે. કોરોનોની વેક્સિન મોટો ભાગના લોકોને અપાઈ ચૂકી છે. આવા સંજોગોમાં કોરોનાથી મોત ચોક્કસ ચિંતા ઉપજાવી શકે છે. જો સરકાર આ સ્થિતિને ગંભીરતાપૂર્વક નહી લે તો આગામી સમયમાં ભયંકર પરિણામ આવી શકે છે.
ઓમિક્રોન વેરીયન્ટની સંક્રમક્તા વધારે છે પરંતુ તે ઘાતક નથી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન શરીરમાં નીચે સુધી નથી જતો જેથી ફેફસાને અસર કરતો નથી. જેના કારણે જોખમ અને મોતના કેસ ઓછા છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં બધા લોકોને ઓમિક્રોનનો ચેપ નથી. હજી પણ મૂળ કોરોના વેરીયન્ટ લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. માત્ર 28 દિવસમાં 22 લોકોના મોત નીપજ્યા છે.