ભારતની જળસીમામાં ઘૂસેલા 18 પાકિસ્તાની ઝડપાયા

ભારતની જળસીમામાં ઘૂસેલા 18 પાકિસ્તાની ઝડપાયા

પોરબંદરમાંથી ફરી એકવાર પાકિસ્તાની બોટ સાથે 18 માછીમારો ઝડપાયા છે. ગુજરાતમાં કોસ્ટ ગાર્ડે ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરી રહેલા બે બોટ ઝડપી પાડી છે. તેની સાથે જ બોટમાં સવાર 18 પાકિસ્તાની માછીમારોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ શખ્સો અહી આવ્યાં હતા તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો દ્વારા વારંવાર જળ માર્ગે ઘૂસણખોરી કરવામાં આવે છે. જેની પર નજર રાખવા ભારતીય કોસ્ટ ગાર્ડ સતત સતર્ક રહેતું હોય છે. જેમાં પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા પણ અનેક વાર ભારતીય જળ સીમામાં પ્રવેશવાના કિસ્સા સામે આવ્યા છે. જોકે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ અંગે સતર્કતા રાખવામાં આવે છે અને સતત પેટ્રોલિંગના પગલે પાકિસ્તાનના ઘૂસણખોરીના બદઈરાદા પાર પડતાં નથી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *