વાયબ્રન્ટ ગુજરાત: એમિક્રોન કોરોના વેરીએન્ટથી ઊભું થયું ગ્રહણ, વિવિધ વિકલ્પ તરફ વિચારણા

વાયબ્રન્ટ ગુજરાત: એમિક્રોન કોરોના વેરીએન્ટથી ઊભું થયું ગ્રહણ, વિવિધ વિકલ્પ તરફ વિચારણા

ગાંધીનગર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી કોરોનાના નવા વેરિયન્ટને પગલે હાહાકાર મચ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને પગલે વિશ્વ એલર્ટ બન્યું છે. ભારત અને ગુજરાત સરકારે પણ આ દેશોમાંથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે અને કેટલાક કડક નિયમો પણ અમલમાં મુક્યા છે.

જોકે ગુજરાત સરકારને આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટની પણ ચિંતા સતાવી રહી છે. ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વોઈબ્રન્ટ સમિટ 2019માં પણ કોરોનાના કારણે રદ્દ કરવી પડી હતી. ત્યારે આ વખતે ઓમિક્રોન વેરિયન્ટનું ગ્રહણ લાગ્યું છે.

તમને જણાવી દઈએ કે, વાઈબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. જેને લઈ વિપક્ષ દ્વારા વાઈબ્રન્ટ સમિટ રદ્દ કરવાની માગ કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજી ગુજરાતના દ્વાર કોરોના માટે ખોલવા જેવી ભુલ ભાજપ સરકાર ફરી ના કરે. સરકારના ઉત્સવો અને તાયફાઓ કરતા ગુજરાતના લોકોનું સ્વાસ્થ્ય અને જીવન વધુ મહત્વનું છે. તેથી કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખી આ સમિટ રદ્દ કરવાની માગ કરીએ છીએ.

નવા વેરિયન્ટથી આફ્રિકામાં પરિસ્થિતિ કેવી ?
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ કેટલાક કેસ નોંધાયા પછી એક દિવસમાં ચેપ દર વધીને 93 ટકા થઈ ગયો છે. સ્થાનિક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોનાનો આ પ્રકાર અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાના નવ પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેનો સૌથી વધુ ભોગ યુવાનો છે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *