સંસદમાં બિલ રજૂ થાય તે અગાઉ ખેડૂતોએ સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ કરી સ્થગિત

સંસદમાં બિલ રજૂ થાય તે અગાઉ ખેડૂતોએ સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ કરી સ્થગિત

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા અંગેનું બિલ સંસદમાં રજૂ થાય તેના  બે દિવસ અગાઉ ખેડૂતોએ  સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે, કિસાન પ્રસ્તાવિત સંસદ માર્ચને હાલ સ્થગિત કરી રહ્યાં છે. 

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે આગળની રણનીતિ માટે ચાર ડિસેમ્બરે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં અન્ય મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ વાતની જાણકારી સંયુક્ત કિસાન મોર્ચાએ પત્રકાર પરિષદમાં આપી છે. 

આ અગાઉ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અપીલ કરી હતી કે પ્રદર્શન સમાપ્ત કરી બધા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા જાય. તો કૃષિ કાયદાને લઈને નરેન્દ્ર તોમરે કહ્યુ કે, તેને રદ્દ કરનાર બિલ શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે. 

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાક વિવિધતા, શૂન્ય બજેટની સાથે ખેતી, એમએસપી સિસ્ટમ અને વધુ પારદર્શિ તથા તેની સાથે જોડાયેલા અલગ-અલગ મુદ્દા પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *