ગુજરાતમાં ધોરણ 9 થી 12માં 30% MCQ પુછાશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

ગુજરાતમાં ધોરણ 9 થી 12માં 30% MCQ પુછાશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે આ વચ્ચે ધોરણ 9, 10, 11 અને 12માં પરીક્ષાને લઈ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે જાહેરાત કરતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, હવેથી ધોરણ 9થી 12 સામાન્ય પ્રવાહમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો (MCQ) પુછાશે.

આ નિર્ણયના પગલે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદો થશે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે એવો દાવો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કર્યો છે. વિધાર્થીઓનું શૈક્ષણિક ભારણ/ચિંતા ઘટે અને વાલીઓનો પણ તણાવ હાલની પરીક્ષા પધ્ધતિને લઈને ઘટે એ હેતુથી આ નિર્ણાયક પગલું સરકારે ભર્યું છે.

હેતુલક્ષી પ્રશ્નો એટલે શું?

નોંધનીય છે કે, પરીક્ષામાં જુદા જુદા માર્કસનાં પ્રશ્નો પૂછાતા હોય છે પરંતુ અમુક પ્રશ્નો માત્ર એક જ માર્કના હોય છે અને પ્રમાણમાં સહેલા હોય છે. આ પ્રકારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓ વધુ માર્ક લઈ શકે છે ત્યારે આગામી પરીક્ષામાં આવા પ્રશ્નોની સંખ્યા 30 ટકા રહેશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *