ગળાકાપ સ્પર્ધા: પાલનપુરના GRD ની ભરતીના બેરોજગાર ઉમેદવારોની ભીડ ઉમટી પડી

ગળાકાપ સ્પર્ધા: પાલનપુરના GRD ની ભરતીના બેરોજગાર ઉમેદવારોની ભીડ ઉમટી પડી

પાલનપુર: ગુજરાત સરકાર રોજગારીને લઈ મોટી મોટી વાતો કરે છે પરંતું ગુજરાતમાં બેરોજગારી કેટલી છે તેનું મોટું ઉદાહરણ બનાસકાંઠાના પાલનપુરમાં જોવા મળ્યું હતું. પાલનપુરમાં GRDની 600 જગ્યા માટે હજારો ઉમેદવારો ઉમટી પડ્યા હતા.

પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રામ રક્ષદ દળ (GRD) માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક સાથે હજારો યુવકો આવી જતા વ્યવસ્થા ખોરવાય હતી. મહત્વનું છે કે ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર કરતા વધુ યુવકો આવી જતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર ગુજરાતમાં બેરોજગારીને પગલે નાની એવી ભરતીમાં પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોય છે, માત્ર 600 લોકોની ભરતી સામે હજારો યુવાનો આવી જતા બેરોજગારીને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *