અમદાવાદની શાન ગણાતા આધુનિક તળાવો બિસ્માર બન્યા, તંત્ર માટે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો રસ્તો ખુલ્યો

અમદાવાદની શાન ગણાતા આધુનિક તળાવો બિસ્માર બન્યા, તંત્ર માટે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો રસ્તો ખુલ્યો

અમદાવાદ: સ્માર્ટ સીટી તરીકે ઓળખાતા અમદાવાદ શહેરના તળાવો પણ આગવી ઓળખ ઉભી કરતા હોય છે પરંતુ જેમ શહેરના બિસ્માર રોડ રસ્તાને જે હાલત છે તેવી જ હાલત તળાવોની પણ નજરે પડી રહી છે. પ્રસાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તળાવો બનાવવામાં આવે છે. તેના લોકાર્પણ સમયે મોટી-મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ તેની દેખરેખના અભાવના કારણે શહેરના તળાવો બિસ્માર બન્યા છે.

અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ જેની ચીની રાષ્ટ્રપતિ જિનપીંગે પણ મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત સમયે આ તળાવને ગાર્ડનની જેમ શણગારવામા આવ્યુ હતુ પણ આજે તે તેની શોભા ગુમાવી બેઠું છે. મેમનગર,ચંદલોડિયા સહિતના તળાવોએ પણ ખરાબ હાલતમાં છે તો કેટલાક તળાવોમાથી પાણી જ ગાયબ જોવા મળી રહ્યું છે.

વર્ષો પહેલા બનાવેલા કાંકરિયા તળાવમા બારેમાસ પાણી રહે છે. જ્યારે અન્ય તળાવમા પાણી રહેતુ નથી. ઉલટાનુ વરસાદી પાણી દૂર કરવા માટે પંપો મુકવા પડે છે. આ બાબત તંત્રના અણઘડ વહીવટની ચાડી ખાય છે. જો ACમાં બેસી રહેતા અધિકારીઓએ યોગ્ય આયોજન કર્યુ હોત તો પ્રજાના નાણાનો આટલો વ્યય થયો ન હોત. અને પ્રજાને સારા તળાવોની ભેટ મળી હોત.

આમ તો બારેમાસ લોકો તળાવો, ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા જતા હોય છે. પરંતુ શિયાળામાં મોર્નિંગ વોકર્સનો જમાવડો સૌથી વધુ જામતો હોય છે. ત્યારે આ બિસ્માર તળાવોની હાલત જોઈને જનતા નિરાશ થઈ જતી હોય છે અને જનતાએ ભરેલા ટેક્સ સામે અસુવિધા મળતા જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *