શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતે બિકિની ફોટોઝ પોસ્ટ કર્યા, તો યુઝર્સે કરી આવી અભદ્ર કોમેન્ટસ

શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતે બિકિની ફોટોઝ પોસ્ટ કર્યા, તો યુઝર્સે કરી આવી અભદ્ર કોમેન્ટસ

મુંબઇઃ બોલીવૂડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિની ફોટોઝ પોસ્ટ કરી તેના ચાહકોના દિલ જીતી લીધા છે. મીરા રાજપૂત બિકિનીમાં ખૂબ જ બોલ્ડ નજર આવી હતી. મીરા હજી સુધી ફિલ્મોમાં નથી આવી પરંતુ તે સોશિયલ મીડિયા પર સ્ટાર છે. તે પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરતી રહે છે. અગાઉ પણ મીરા પોતાના કાતિલાના અવતાર ફેન્સ સાથે શેયર કરી ચૂકી છે. પરંતુ આ વખતે મીરાએ પોતાના હુસ્નના કમાલથી લોકોને દિવાના બનાવી દીધા છે.

તસ્વીરમાં મીરા રાજપૂત ગ્રીન વ્હાઇટ કલરના ડ્રેસમાં નજર પડી રહી છે. મીરાના ચહેરા પર જોઇને લાગી રહ્યું છે કે તે વેકેશન મુડમાં આવી ગઇ છે. મીરા રાજપૂતને બિકિનીમાં જોઇને લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક લોકો અભદ્ર કમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું હતું કે, તેણે શા માટે ટોપ પહેરી રાખ્યું છે?

આ ફોટોઝ પર કેટલાક યુઝર્સે મીરા રાજપૂતના પરિવાર પર પણ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે, તેણે કપડા કેમ નથી ઉતાર્યા? શું તેના ઘરવાળાઓએ ના પાડી હતી કે શું? જો કે, કેટલાક આવા ટ્રોલર્સને છોડીને મીરાનો અવતર લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. યુઝર્સે તેને ફિલ્મોમાં આવવાની સલાહ પણ આપી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું હતું કે, મેમ આપ કેટલી ખૂબસૂરત છો. તમે શા માટે હિરોઇન નથી બની જતા. અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે ક્યાં બાત હૈ મેમ, આપકે સામને તો બડી બડી હસીનાએ ભી ફેલ હૈ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *