સૌરાષ્ટ્રમાં નવા આંદોલનની તૈયારીઓ

સૌરાષ્ટ્રમાં નવા આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે. જેતપુર-પોરબંદર પાઈપલાઈન યોજના સામે જનઆંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. જેતપુરના સાડી ઉદ્યોગનો ઝેરી કેમિકલ કચરાનાને પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજના મંજુર થઇ છે ત્યારે આ યોજનાના વિરોધમાં જન આંદોલન અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં આકાર લઈ રહ્યું છે.  જન આંદોલનની અસર પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, દેવભૂમી દ્વારકા જિલ્લામાં થશે. પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવા પ્લાન્ટ બનાવાઈ રહ્યો છે. જેતપુર અને તેની આસપાસના મિલોનું કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવવા પાઈપલાઈન નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. રોજનું 80 કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા યોજના બનાવવામાં આવી છે. વધુમાં મોઢવાડિયાએ જણાવ્યું છે કે, જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી અપાઈ છે જેના કારણે સમગ્ર વિવાદ ઊભો થયો છે. 80 કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. આ કારણોસર જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. સૌથી મોટુ નુકશાન માછીમાર ભાઈઓને થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય બનતી નથી. તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિતી સર્જાશે.

જેતપુરમાંથી જે કેમિકલ યુક્ત જે પાણી નિકળે છે. તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢના ગ્રામ્ય વિસ્તારો સુધીની ખેતીને ચોપટ કરી નાખી છે. અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં જ શુદ્ધીકરણ કરીને તે પાણીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે રોજનું 80 કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. 80 કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *