અમદાવાદ મનપાના વિપક્ષ નેતા કોણ બનશે?

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીને 3 મહિના પૂર્ણ થઇ ગયા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સત્તા મળી જ્યારે કોંગ્રેસને ફરીથી વિપક્ષમાં બેસવાની ફરજ પડી. ભાજપ દ્વારા તમામ હોદ્દેદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. વિવિધ સમિતીઓની રચનાઓ કરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજી સુધી વિપક્ષ નેતાનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. મનપાના વિપક્ષ નેતાનું નામ નક્કી ન થવા પાછળ પણ કોંગ્રેસની જૂથબાજી જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

વિપક્ષ નેતાની પસંદગી મામલે ધારાસભ્યો કરી રહ્યાં છે ખેંચતાણ

કોર્પોરેશનની ચૂંટણી અગાઉ થોડા સમય પહેલા જ નેતા વિપક્ષને બદલવામાં આવ્યા. ચૂંટણીમાં ફાયદો મેળવવા દલિત નેતા કમળા ચાવડાને વિપક્ષ નેતાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે ચૂંટણી બાદ સ્થિતિ બદલાઇ છે કોંગ્રેસને પોતાના પરંપરાગત વોટર્સ એવા દલિત અને મુસ્લીમોને સાચવવા માટેનો પડકાર ઉભો થયો છે. આવી સ્થિતિમાં દલિત અને મુસ્લીમ આગેવાનને વિપક્ષ નેતા બનાવવા માગ ઉઠી છે. અમદાવાદના કોંગ્રેસના ચારેય ધારાસ્યો અનેક વખત એકબીજાના વિરોધ મામલે સામસામે આવી ચૂક્યા છે. હવે આ ચારેય ધારાસભ્યો પોતાના અંગત માણસોને નેતા વિપક્ષ બનાવવા માટે મેદાને પડ્યા છે.

નેતા વિપક્ષ માટે ક્યા નામ ચર્ચામાં?

અમદાવાદ કોર્પોરેશનમાં નેતા વિપક્ષ માટે નિરવ બક્ષી અને શહેજાદ ખાન પઠાણનું નામ હાલમાં ચર્ચામાં ચાલી રહ્યું છે. બંને નેતાઓ પ્રબળ દાવેદાર છે. જો કે હજી સુધી પ્રદેશ કોંગ્રેસ તરફથી એક નામ પર મંજૂરી મારવારમાં આવી નથી. જો કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી વિપક્ષ નેતા તરીકે મુસ્લીમ આગેવાનને સોંપાય તેવું લાગી રહ્યું છે. જેથી વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લીમ મતદારોને પોતાની તરફ આકર્ષી શકાય.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *