દક્ષિણ આફ્રિકામાં ભારત ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમશે, નવા કાર્યક્રમની જાહેરાત

ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. ભારતીય ટીમનો આ પ્રવાસ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે યોજાઈ રહ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 3 વન-ડે અને 3 ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારે આ પ્રવાસને લઈ નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે અને વન-ડે સિરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ આ સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. જોકે હવે તેને 9 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન T-20 પણ રમાવાની હતી. જોકે કોરોનાના ખતરાના કારણે હવે તે પછીથી યોજવામાં આવશે.

ટેસ્ટ સિરીઝનું નવું શિડ્યુલ
પ્રથમ ટેસ્ટ – 26 થી 30 ડિસેમ્બર 2021 (સેન્ચ્યુરિયન)
બીજી ટેસ્ટ – 3 થી 7 જાન્યુઆરી 2022 (જોહાનિસબર્ગ)
ત્રીજી ટેસ્ટ – 11 થી 16 જાન્યુઆરી 2022 (કેપ ટાઉન)

વન-ડે સિરીઝનું નવું શિડ્યુલ
પ્રથમ વન-ડે – 19 જાન્યુઆરી 2022 (પાર્લ)
બીજી વન-ડે – 21 જાન્યુઆરી 2022 (પાર્લ)
ત્રીજી વન-ડે – 23 જાન્યુઆરી 2022 (કેપ ટાઉન)

સિરીઝ દરમિયાન પ્રોટોકોલ પર ખાસ ધ્યાન અપાશે
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જણાવ્યું કે, ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કોરોના પ્રોટોકોલનું કડક ધ્યાન રાખવામાં આવશે અને કોઈ બેદરકારી રાખવામાં આવશે નહીં. આમાં કડક બાયો-બબલ્સ બનાવવામાં આવશે.

ભારતે બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી આપી હાર, 1-0થી જીતી સીરિઝ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે 540 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ 167 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી છે.

ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેણે 6 વર્ષ અગાઉ 2015માં દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાને 337 રનથી હરાવ્યું હતું. ઘરઆંગણે ભારતે આ સતત 14મી સિરીઝ જીતી છે. તો વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે 39મી ટેસ્ટ જીતી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 61 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાંથી ભારતે 21 અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે આ બંને વચ્ચે 27 મેચ ડ્રો રહી છે. ભારતમાં આ બંને ટીમ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 16 તથા ન્યૂઝીલેન્ડે 2 મેચ જીતી છે. આ દરમિયાન કુલ 17 મેચ ડ્રો રહી છે.

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝિલેન્ડનો ધબકડો, 62 રનમાં ઓલઆઉટ, અશ્વિને ઝડપી ચાર વિકેટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 352 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 62 રન બનાવી પવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડનો આ સૌથી ઓછો સ્કોર છે.

ભારત તરફથી મયંક અગ્રવાલ (150), અક્ષર પટેલ (52) અને શુભમન ગિલ (44) રનની મોટી ઈનિંગ રમી હતી. જોકે ન્યૂઝીલેન્ડ તરફથી તમામ 10 વિકેટ એજાઝ પટેલે લીધી હતી. જોકે એજાઝની પરફેક્ટ 10 સામે ભારતીય બોલર અશ્વિન અને સિરાઝ ભારે પડ્યા હતા અને ન્યૂઝીલેન્ડ 62 રનમાં સમેટાઈ ગઈ.

ભારતીય બોલરોએ 28 ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમને 62 રન પર સમેટી દીધી હતી. જેમાં રવિચન્દ્ર અશ્વિને 4, મહોમ્મદ સિરાઝ 3, અક્ષર પટેલ 1 અને જયંત યાદવને 1 વિકેટ મળી છે. ભારતે ન્યૂઝીલેન્ડને ઓલોઓન ન આપતા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓપનિંગમાં ઈજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને પુજારા અને મયંગ અગ્રવાલ ક્રીઝ પર ઉતરી ગયા છે.

ભારત સામે ન્યૂઝીલેન્ડનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ભારતે ફેબ્રુઆરી 1976માં વેલિંગ્ટન ટેસ્ટની ત્રીજી ઈનિંગમાં કિવી ટીમને 81 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. આ ન્યૂઝીલેન્ડનો એકંદરે છઠ્ઠો સૌથી ઓછો કુલ સ્કોર છે. તેનો સૌથી ઓછો સ્કોર 26 રન છે, જે તેમણે 1955માં ઓકલેન્ડમાં ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

અનિલ કુંબલેની યાદગાર 10 વિકેટ

7 ફેબ્રુઆરી 1999ના દિવસને ક્રિકેટપ્રેમીને કોણ ભૂલી શકે? તે દિવસે ભારતના મહાન સ્પિનર ​​અનિલ કુંબલેએ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કુંબલેએ આ કારનામું પાકિસ્તાન સામે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં કર્યું હતું.

IND-NZ: બીજી ટેસ્ટમાંથી 3 ખેલાડીઓને પડતા મુકાયા, એક ખેલાડીઓ તો સતત આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો

મુંબઇઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ભીની આઉટ ફિલ્ડ હોવાથી શરૂ થઇ શકી નથી. બે વખત ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું પરંતુ રનિંગ એરિયા હજી સુધી સુકાયો ન હોવાને કારણે ટોસમાં મોડું થયું હતું. પરંતુ બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના 3 ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાને કારણે પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થઇ શક્યો નથી. પ્રથમ ટેસ્ટમાં કપ્તાની કરનાર અંજિક્યા રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટ નહી રમી શકે.

ભારતીય ટીમ માટે પ્લેઇંગ ઇલેવનને લઇ મુંઝવણી હતી તે દૂર થઇ છે. વિરાટ કોહલીની વાપસીને કારણે ટીમ વધુ જોશમાં આવી છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને જયંત યાદવને લાબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસીને તક મળી શકે છે. ઉપરાંત ઇશાંત શર્માને સ્થાને મોહમદ સિરાઝની વાપસી થઇ શકે છે.

BCCIના સેક્રેટરી જય શાહે ઓફિશિયલી 3 ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટ નહી રમી શકે તેવી જાહેરાત કરી છે. ઇશાંત શર્માને પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે ડાબા હાથની ટચલી આંગળીએ ઇજા થતા તે બીજી ટેસ્ટ નહી રમી શકે. BCCIની મેડિકલ ટીમ તેમની ઇજા પર નજર રાખી રહી છે.

ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાને જમણા હાથની હથેળીમાં ઇજા થઇ છે. મેડિકલ ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન હજી પણ હથેળીમાં સોજા હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ ટીમે જાડેજાને આરામ કરવાની સલાહ આપી છે.

વાઇસ કપ્તાન અંજિક્યા રહાણેને હેમસ્ટ્રિંગમાં દુખાવાને કારણે તે બીજી ટેસ્ટમાં રમી નહી શકે છે. કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે રહાણે દુઃખાવાની ફરિયાદ કરી હતી. તે હજી સુધી દુખાવામાંથી બહાર નથી નિકળી શક્યો જેના બીજી ટેસ્ટ નહી રમી શકે.