વન વિભાગે બહાર પાડી ભરતી, 40 હજાર સુધી મળી રહ્યો છે પગાર

સરકારી નોકરીની તૈયારી કરતા અને વન વિભાગમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (GSFDC) દ્વારા કેટલીક જગ્યાઓ પર ઉમેદવારો પાસેથી અરજી મગાવવામાં આવી છે. ત્યારે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ મામલે અરજી કરી શકે છે.

આ પદો પર મગાવાઈ અરજી

 • સિનિયર પ્લાન્ટ એન્જીનિયરઃ 01
 • મેનેજર (અકાઉન્ટસ): 01
 • આસિસ્ટન્ટ સુપરવાઈઝરઃ 05
 • લેબ ટેક્નિનિયનઃ 01

જાણી લો લાયકાત

સિનિયર પ્લાન્ટ એન્જીનિયરઃ M.E. એન્જીનિયર, આર્કિટેક્ચરમાં સ્નાતક, કોમ્પ્યુટરનું જ્ઞાન, ઈન્ટીરિયર ડિઝાઈનિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો

મેનેજર (અકાઉન્ટસ): C.A. કોસ્ટ અકાઉન્ટન્ટ, MBA ફાયનાન્સ અને કોમ્પ્યુટર જ્ઞાન

આસિસ્ટન્ટ સુપરવાઈઝરઃ સાયન્સ ગ્રેજ્યુએટ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ) અને કોમ્પ્યુટરનું જ્ઞાન

લેબ ટેક્નિશિયનઃ સ્નાતક ડિગ્રી (B.Phram), સાયન્સ ડિગ્રી (બોટની, કેમિસ્ટ્રી, માઈક્રો બાયોલોજી), M. Pharm (આયુર્વેદ) ફાર્માસ્યુટિકલ સ્પેયસ્યલાઈઝેશન સાથે અથવા માસ્ટર ઓફ સાયન્સ (ફેથો કેમિસ્ટ્રીમાં સ્પેયસ્યલાઈઝેશન સાથે બોટની, એનાલિટીકલ કેમિસ્ટ્રી,ઓર્ગેનિક્સ કેમિસ્ટ્રી.

મહત્વની તારીખ

અરજી કરવાની અંતિમ તારીખ:15/12/2021

આ રીતે કરવાની રહેશે અરજી

આ ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે, જે ગુજરાત સ્ટેટ ફઓરેસ્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વાનગંગા, અલ્કાપુરી વડોદરા- 390007 પર મોકલી આપવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

વય મર્યાદા

 • સિનિયર પ્લાન્ટ એન્જીનિયરઃ 36 વર્ષ
 • મેનેજર (અકાઉન્ટસ): 35 વર્ષ
 • આસિસ્ટન્ટ સુપરવાઈઝરઃ 31 વર્ષ
 • લેબ ટેક્નિશિયનઃ 35 વર્ષ

પગાર ધોરણ

 • સિનિયર પ્લાન્ટ એન્જીનિયર: 40,000 રૂપિયા
 • મેનેજર (અકાઉન્ટસ): 30,000 રૂપિયા
 • આસિસ્ટન્ટ સુપરવાઈઝર: 15,000 રૂપિયા
 • લેબ ટેક્નિશિયન: 20,000 રૂપિયા

મુકેશ અંબાણીનું એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન જોખમમાં, અદાણીની સંપતિમાં ધરખમ વધારો

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીનાં શાસન પર ફરી એકવાર ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે, આ વર્ષે અત્યાર સુધીની કમાણીની વાત કરીએ તો અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને જ નહીં પરંતુ દુનિયાનાં મોટા અમીરોને પણ પાછળ છોડી દીધા છે.

આ વર્ષે મુકેશ અંબાણીની નેટવર્થમાં $20.5 બિલિયનનો વધારો થયો છે, જ્યારે અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ 52 બિલિયન ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, સ્ટીવ વોલ્મર, લેરી એલિસન, વોરેન બફેટ જેવા ટોપ-10 અબજોપતિઓથી ઘણા આગળ છે. આ સિવાય ગૌતમ અદાણી હવે ભારતીય અબજોપતિઓમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે.

આ વસ્તુ દર્શાવે છે કે અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની આવકમાં કેટલી ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલના સમયમાં માત્ર એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ જ તેમનાથી આગળ દેખાઈ રહ્યા છે. લોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 124 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે.

ભારતીય અબજોપતિઓની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં $20.5 બિલિયન, ગૌતમ અદાણીની સંપત્તિમાં $52 બિલિયન, શિવ નાદરની સંપત્તિમાં $5.29 બિલિયન, અઝીમ પ્રેમની સંપત્તિમાં $11.8 બિલિયનનો વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણી $97.2 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વનાં સૌથી ધનિકોની યાદીમાં 11માં ક્રમે છે. અંબાણી તાજેતરમાં $100 બિલિયનની ક્લબમાં જોડાયા હતા, પરંતુ ત્યારથી તેમની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં તે એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની યાદી અનુસાર, એલોન મસ્ક $294 બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. જેફ બેઝોસ $200 બિલિયન સાથે બીજા અને બર્નાર્ડ આર્નોલ્ટ $170 બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. બિલ ગેટ્સ $137 બિલિયન સાથે ચોથા નંબર પર છે. લેરી પેજ $130 બિલિયન સાથે પાંચમાં સ્થાને, સર્ગી બ્રિન $125 બિલિયન સાથે છઠ્ઠા, માર્ક ઝુકરબર્ગ $122 બિલિયન સાથે સાતમાં સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, એશિયામાં અંબાણીનું શાસન આગામી દિવસોમાં જોખમમાં આવી શકે તેવું લાગી રહ્યું છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં તાજેતરનાં સમયમાં ઘણો વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી 85.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વનાં ધનિકોની યાદીમાં 13માં ક્રમે છે. એટલે કે આ વર્ષે તેમની નેટવર્થ અંબાણી કરતા અઢી ગણી વધી ગઈ છે.

એલન મસ્ક એક દિવસમાં 45,471 કરોડ રૂપિયા કમાયા, મુકેશ અંબાણી ટોપ-10માંથી બહાર, જાણો અદાણી ક્યાં નંબરે છે?

મુંબઇઃ ઇલેક્ટ્રિક વાહનો બનાવનાર કંપની ટેસ્લા ઇંકના શેરમાં ભારે તેજીના કારણે એલન મસ્કની સંપત્તિ રોકેટની ગતિએ વધી રહી છે. શુક્રવારે ટેસ્લના શેયરમાં સતત પાંચમા દિવસે તેજી જોવા મળી હતી. Bloomberg billionaires index મુજબ મસ્કની નેટવર્થ 6.06 અબજ ડોલર વધીને 236 અબજ ડોલર પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે મસ્કની સંપત્તિમાં 66.5 અબજ ડોલરનો વધારો થયો છે. મસ્ક હવે એમેઝોનના જેફ બેઝોસ કરતા સંપત્તિમાં ઘણા આગળ નિકળી ગયા છે.

જો કે, ભારત અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી વિશ્વના ધનિકોની યાદીના ટોપ-10માંથી બહાર નિકળી ગયા છે. થોડા સમય પહેલા તેઓ વોરેન બફેટને પછાડીને ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું. ટેસ્લાના શેયર 8 મહિનાની મહત્તમ સપાટી પર પહોંચી ગયા છે. શુક્રવારે ટેસ્લાના શેયરમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં ટેસ્લાના શેયરમાં 7.3 ટકા તેજી જોવા મળી છે. વર્ષ 2020માં પણ ટેસ્લાના શેયર સતત 12 સપ્તાહ સુધી વધતા રહ્યાં હતા.

મુકેશ અંબાણી ધનિકોની યાદીમાંથી ટોપ-10 માંથી બહાર નિકળી ગયા છે. વોરેન બફેટ ફરી એકવાર તેમની આગળ નિકળી ગયા છે. મુકેશ અંબાણી હાલમાં વિશ્વના ધનિકોની યાદીમા 11માં નંબરે છે. અંબાણીની કુલ સંપત્તિ 102 અબજ ડોલર છે. ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં 25.2 અબજ ડોલરનો વધારો થયો છે. ભારતના બીજા નંબરના ધનિક ગૌતમ અદાણી વિશ્વના ધનિકોમાં 13માં નંબરે છે. ગૌતમ અદાણીની સંપત્તિ 77.7 અબજ ડોલર છે. 12 નંબર પર વિશ્વની સૌથી ધનિક મહિલા ફાંસ્વાજ બેટનકોર્ટ માયર્સ છે.

ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત

અર્થશાસ્ત્ર માટે આ 2021ના વર્ષનો નોબેલ પુરસ્કાર ડેવિડ કાર્ડ, જોશુઆ ડી. એંગ્રિસ્ટ અને ગુઈડો ડબ્લ્યૂ ઈમ્બેંલને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે. ડેવિડ કાર્ડને શ્રમ અર્થશાસ્ત્રમાં, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવ બાબતે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડેવિડ કાર્ડ એક કેનેડાના અર્થશાસ્ત્રી અને કેલિફોર્નિયા બર્કલેમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને આ નોબેલ સન્માનથી નવાજવામાં આવ્યા છે. 1990ના દાયકાની શરૂઆતમાં તેમના અભ્યાસે પરંપરાગત જ્ઞાનને પડકાર્યું હતું, જેના કારણે નવું વિશ્લેષણ અને વધારાની માહિતી આપવામાં આવી હતી. પરિણામો બતાવે છે કે ન્યૂનતમ મજૂરી વધારાથી જરૂરી નથી કે નોકરિયો પણ ઓછી થાય.

જ્યારે જોશુઆ ડી એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને ઔપચારિક સંબંધોના વિશ્લેષણમાં તેમના યોગદાન માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે. 1990ના દશકામાં મધ્યમાં જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસે બતાવ્યું કે પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવ વિશે સટીક નિષ્કર્ષ કેવી રીતે નીકાળી શકાય.નોબેલ સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે આપણને શ્રમ બજાર વિશે નવી જાણકારી પ્રદાન કરવા અને પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવના વિશે કેવી રીતે નિષ્કર્ષ નીકાળી શકાય છે, આ દર્શાવવા માટે શોધકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા છે.