સની લિયોનીએ એવું તો શું કર્યું કે તેની ધરપકડની સોશિયલ મીડિયા પર માગ ઉઠી, એક મંત્રીએ કહ્યું કે અમે કાર્યવાહી કરીશું!

અમદાવાદઃ અનિનેત્રી સની લિયોની હંમેશા તેની બોલ્ડ ઇમેજને લઇ ચર્ચામાં રહે છે. ક્યારેક તેની બોલ્ડ અદાઓને લઇ યુવાનોમાં ફેવરીટ બની જાય છે તો ક્યારે તે ધાર્મિક અને સંસ્કૃતિના વિવાદમાં ટીકાનું પાત્ર બની જાય છે. હાલમાં પણ સની લિયોની આવા જ એક વિવાદનું કેન્દ્ર બની રહી છે. ટ્વીટરમાં સોમવારે સવારે #ARREST_SUNNY_LEONE ટ્રેન્ડ કરી રહ્યું છે. વિવાદનો મુદ્દો તાજેત્તરમાં લોન્ચ થયેલ સની લિયોનીનું એક ગીત છે.

સની લિયોનીનું ‘મધુબન’ ગીત હાલમાં જ લોન્ચ થયું છે. સનીનું આ ગીત સંસ્કૃતિના અપમાન હોવાનું હિન્દુવાદી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ગીત તાત્કાલિક હટાવવા માટેની માગ ઉઠાવવામાં આવી રહી છે. આ ગીતમાં મુધવન કે જ્યાં ભગવાના કૃષ્ણ અને રાધાજીની લીલા કરતા તે વિષય પર આધારિત છે. જેમાં સની પોતાની છબી અનુસાર બોલ્ડ ડાન્સ કરતી જોવા મળે છે. જેને લઇ મથુરાના સંતો દ્વારા સૌપ્રથમ વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દામાં અનેક સંગઠનો અને રાજકીય નેતાઓ પણ જોડાયા. સનીના આ ગીતમાં અશ્લિલ ડાન્સ અને રાધાજીના અપમાન થતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ગીતને હટાવવામાં નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ધમકી આપી છે. તો બીજી તરફ સોમવારથી જ સની લિયોનીની ધરપકડ માટે માગ ઉઠી રહી છે. આ અગાઉ પણ અનેક ગીતોમાં હિન્દુ સંસ્કૃતિ અને દેવી દેવતાઓના અપમાનજનક રીતે ચિતરવામાં આવતા વિરોધ ઉઠ્યા છે. ઇતિહાસના પાત્રોને વર્તમાન સમય અનુસાર દર્શાવતા વિવાદ થવો સ્વાભાવિક છે. બોલીવૂડ વારંવાર વાણી સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવી પૌરાણિક પાત્રોને નામ અશ્લિલતા પિરસવાનો પ્રયાસ કરતું રહે છે. વધારે ધ્યાને આકર્ષિત કરવા માટે થઇને આવુ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

બોલીવૂડ માર્કેટિંગ એક્સપર્ટ માને છે કે, લોકોનું ધ્યાન તેમની પ્રોડક્ટ તરફ આકર્ષિત કરવા માટે તેમાં વિવાદસ્પાદ ચાર્મ હોવો જરૂરી છે જેના કારણે તેમને મફતમાં પબ્લિસીટી મળી રહેતી હોય છે. જેના કારણે પ્રોડ્યુસર્સ આવા વિવાદસ્પદ મુદ્દાઓને લઇને ગીત કે મુવી બનાવવા માટે તૈયાર થઇ જાય છે. લોકોના વિરોધને કારણે તેમાં મફતની પ્રસિદ્વી મળી જાય છે. લોકોનું માનવું છે કે, આ પ્રકારના કૃત્યો કરનાર સામે જ્યાં સુધી કડક કાર્યવાહી નહી કરવામાં આવે તો તેઓ વારંવાર આવી પ્રવૃતિઓ કરતા જ રહેશે. અને દેવી દેવતાઓના અપમાનજનક રીતે ચિતરવામાં આવતા રહેશે.

સની લિયોની સહિત આ ગીતના કોરિયોગ્રાફર્સ અને તેના તેના દિગ્દર્શક તેમજ પ્રોડ્યુસર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી હિન્દુ સમાજ તેમજ મથુરાના સંતો દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, આ વિરોધ મામલે હજી સુધી સની લિયોની કે તેના કોરિયોગ્રાફર્સ કે નિર્માતાઓ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

અભિનેત્રી સુષ્મિતા સેનનું તેના બોયફ્રેન્ડ રોમન શોલ સાથે બ્રેકઅપ થઇ ગયું?

મુંબઇઃ સુષ્મિતા સેન અને તેના બોયફ્રેન્ડ રોમન શોલ બોલીવૂડના સૌથી પાવરફૂલ કપલમાંથી એક ગણવામાં આવે છે. બંનેની એકસાથે સોશિયલ મીડિયા પર અનેક વખત છવાઇ ચુકી છે. પરંતુ હવે તેમના રિલેશનને લઇ ખરાબ સમાચાર મળી રહ્યાં છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સુષ્મિતા સેન અને રોમન શોલનું બ્રેકઅપ થઇ ગયું છે. રિપોર્ટ પ્રમાણે રોમન સુષ્મિતાના ઘરેથી ચાલ્યો ગયો છે. અને હાલ તે પોતાના એક દોસ્તના ઘરે રહેવા ચાલ્યો ગયો છે.

બ્રેક અપની ચર્ચાઓ વચ્ચે બંને અનેક વખત એકસાથે જાહેરમાં જોવા મળી ચૂક્યા છે. સુષ્મિતા અને રોમન લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યાં છે. રોમન લગભગ બે વર્ષથી સુષ્મિતા સેનના ઘરે રહે છે. રોમન સુષ્મિતાના ઘરે બધા લોકો સાથે સારી રીતે રહેવા લાગ્યો હતો. ઘણી વખત રોમન અને સુષ્મિતા સેનની દિકરીઓ સાથે મસ્તી કરતા ફોટો પણ જોવા મળ્યા હતા.

સુષ્મિતા સેન અને રોમન એક કોફી ડેટ પર મળ્યા હતા. રોમને ત્યારબાદ સુષ્મિતા સેનને સીધો મેસેજ કરી રિલેશન અંગે પૂછી લીધું હતું અને સુષ્મિતાએ મંજૂર પણ કરી લીધું હતું. ત્યાર બાદ બંનેની ગાડી પ્રેમના પાટા પર આગળ વધી હતી. રોમન એક મોડલ છે. જ્યારે સુષ્મિતા હાલમાં આર્ય 2માં જોવા મળી હતી. આ અગાઉ પણ સુષ્મિતા સેનના અફેર અન્ય યુવકો સાથે રહ્યાં હતા.

Katrina Kaif Vicky Kaushal Wedding: શાહી અંદાજમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફના થયા લગ્ન

જયપુરઃ બોલિવૂડ એક્ટ્રેસ વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન યોજાયા હતા. બંનેના પ્રી વેડિંગ ફંક્શન બે દિવસ ચાલ્યા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના પરિવારજનો હાજર રહ્યાં હતાં. બપોરે 12 વાગે લગ્નની વિધિ શરૂ થઈ હતી. વિન્ટેજ કારમાં મહેલની અંદર જાન કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિકી કૌશલે ઘોડી પર ચઢીને તોરણ મારવાની વિધિ પૂરી કરી હતી. ત્યારબાદ વર પક્ષ તથા કન્યા પક્ષ એકબીજાને મળ્યા હતા. બપોરે સાડા ત્રણ વાગે ફેરા ફર્યા હતા અને પછી લગ્નની અન્ય વિધિ શરૂ થઈ હતી. સાંજે સવા પાંચ વાગે લગ્ન સંપન્ન થયા હતા.

મંડપને ઓરેન્જ, યલો તથા પિંક કલરના ફેબ્રિકથી ડ્રેપ કરવામાં આવ્યો હતો. મંડપની આસપાસ નાના-નાના ટેન્ટ્સ લગાવવામાં આવ્યા હતાં, અહીંયા મહેમાનો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિક્કી કૌશલ અને કૈટરીના કૈફએ મહેંદી ફંકશન દરમિયાન સેમ કલરના આઉટફિટ્સ પહેર્યા હતા. કૈટરીનાએ મરૂન રંગનો ડ્રેસ પહેર્યો હતો અને વિક્કીએ તે જ રંગનો કુર્તો પહેર્યો હતો. કપલે ફંક્શન માટે ટ્રેનિંગ લીધી હતી. લગ્નમાં માત્ર ગણતરીના 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ છે.

સચિન તેંડુલકરની ખૂબસૂરત પુત્રી હવે મોડેલિંગ માં હાથ અજમાવી રહી છે, વિડિયો મચાવી રહ્યો છે ધૂમ!

મુંબઈ: ભારતના મહાન ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની ખૂબસૂરત પુત્રી સારા તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સારા મોડેલિંગ કરી રહી છે. સારા કપડાંની એક પ્રખ્યાત બ્રાન્ડના મોડેલિંગ કરતી વીડિયોમાં જોવા મળી રહી છે. સારા સાથે અન્ય મોડેલ પણ આ વીડિયોમાં જોવા મળી રહી છે.

બે મોડેલ સાથે વીડિયો એડ: 24 વર્ષીય સારા તેંડુલકર સાથે વીડિયોમાં વેલ્સ મોડેલ બનીતા સંધુ અને તાન્યા શ્રોફ જોવા મળી રહી છે. તાન્યા મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ જગદીશ શ્રોફની પુત્રી છે. તાન્યા શ્રોફ સુનીલ શેટ્ટીની પુત્ર અહાન શેટ્ટીની ગર્લ ફ્રેન્ડ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સૌંદર્યની દેવી છે સારા તેંડુલકર: સારા ખૂબ સુરતીમાં ભલભલી અભિનેત્રીઓને પાણી ભરાવે તેવી છે. સારા બાળપણથી ચર્ચામાં રહી છે. સચિન ક્યારેય પોતાના સંતાનોને કોઈ દબાણ કર્યું નથી. બાળકો જે ક્ષેત્રમાં આગળ વધવા માગતા હોય તે રીતે છૂટછાટ આપી છે. સચિનની બાયો ગ્રાફી સચિન: મિલિયન ડ્રીમમાં કામ કરી ચૂકી છે.

જન્મ અને અભ્યાસ : સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997 ના રોજ થયો હતો. તેને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તે ઉપરાંત તેણે લંડન યુનિવર્સિટીમાંથી મેડીસીનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. હમણાં થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર શુભમન ગીલ સાથે પણ સારાનું નામ ચર્ચામાં આવ્યું હતું.