‘જવાદ’ વાવાઝોડાનું સંકટ, આંધ્રપ્રદેશમાં 55 હજાર લોકોનું સ્થળાંતર, ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘જવાદ’ને લઈને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિશેષ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ સહિત આસપાસના ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ આ ચક્રવાતને ‘જવાદ’ નામ આપ્યું છે.

વાવાઝોડા ‘જાવાદ’ને ધ્યાને રાખીને આંધ્રપ્રદેશના 3 જિલ્લામાં 11 NDRF, 5 SDRF, 6 કોસ્ટ ગાર્ડ અને 10 મરીન પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 55 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું ‘જાવાદ’ વિશાખાપટ્ટનમથી લગભગ 230 કિમી દક્ષિણપૂર્વમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણમાં પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ‘જાવાદ’ ઉત્તર આંધ્ર પ્રદેશની ઉપર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. શનિવારની સવાર સુધીમાં, તે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની નજીક પહોંચશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને 5 ડિસેમ્બરે પુરીના કિનારે અથડાશે.

રેડ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજિયાનગરમ અને વિશાખાપટ્ટનમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઓડિશાના ગાઝાપટ્ટી, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં શનિવાર-રવિવારે અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં રવિવાર-સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.

ગેહલોતના મંત્રીઓની રાજીનામું: આવતીકાલે નવા મંત્રીઓ લેશે શપથ

જયપુર: રાજસ્થાનની ગેહલોત સરકારની કેબિનેટ બેઠક શનિવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે યોજાઈ હતી. જેમાં ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા હતા. જાણાવા મળી રહ્યું છે કે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં બેઠક મળશે જેમાં નવા કેબિનેટ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

હકિકતમાં, રાજસ્થાન સરકારમાં ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની મડાગાંઠને હાઈકમાન્ડને સંભાળી લીધી છે. જેને લઈ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હાઈકમાન્ડે ગેહલોત સરકારની નવી કેબિનેટ ફોર્મ્યુલા પણ નક્કી કરી લીધી છે. વર્ષ 2023ની ચૂંટણીને ધ્યાને રાખીને ફેરબદલ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ગેહલોત સરકારના 3 મંત્રીઓએ શુક્રવાર સાંજે મંત્રી પદેથી રાજીનામાં આપ્યા હતા. રાજીનામું આપનારા મંત્રીઓમાં શિક્ષણ પ્રધાન ગોવિંદ સિંહ દોતાસરા, મહેસૂલ પ્રધાન હરીશ ચૌધરી અને આરોગ્ય પ્રધાન રઘુ શર્માનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતને પગલે તેમણે આ રાજીનામાં આપ્યા હતા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 4 વાગ્યે થઈ શકે છે. હાલમાં રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 21 સભ્યો હતી. રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા 200 છે જે મુજબ કેબિનેટમાં વધુમાં વધુ 30 સભ્યો હોઈ શકે છે.

હકિકતમાં રાજસ્થાનમાં સચિન પાયલટની છાવણી એ વાતથી નારાજ છે કે તેમને ગેહલોત કેબિનેટમાં મહત્વ આપવામાં આવતનું નથી. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ગેહલોતની નવી કેબિનેટમાં સચિન પાયલટની છાવણી સિવાય અપક્ષ અને બસપાના ધારસભ્યો પણ સામેલ થશે.

રાજનીતિઃ જી-23 નેતાઓ કોંગ્રેસ પર પ્રથમ પ્રહાર, ગુલામ નબી આઝાદના 20 સમર્થકોએ કોંગ્રેસ છોડી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં બદલાવના સમર્થક ગ્રુપ 23ના નેતાઓએ પાર્ટીને નબળી બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યાં હોય તેવું લાગુ રહ્યું છે. જમ્મૂ કશ્મીરમાં 4 પૂર્વ મંત્રીઓ સહિત કુલ 20 નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામા મોકલી આપ્યા છે. જી-23 નેતાઓ કોંગ્રેસમાં બદલાવના મુદ્દે હંમેશા મીડિયા સમક્ષ આવીને પાર્ટીની પરંપરા અને પાર્ટીના નિર્ણયો વિરુદ્વ નિવેદનો આપતા રહે છે. પરંતુ આ નિર્ણય જી-23 નેતાઓ દ્વારા પાર્ટીને પ્રથમ ઘા સમાન છે.

રાજીનામું આપનાર તમામ નેતાઓ કોંગ્રેસના સિનિયર લીડર ગુલામ નબી આઝાદના સમર્થકો છે. આ તમામના રાજીનામા પાછળ ગુલામ નબી આઝાદની ભૂમિકા હોવાનું સ્પષ્ટ છે. પાર્ટીમાં તેમણી વાતો હવે સાંભળવામાં ન આવતી હોવાથી પાર્ટીને નબળી પાડીને પોતાની વાત મનાવવાની રણનીતિ ગુલામ નબી આઝાદ દ્વારા અપનાવવામાં આવી રહી છે. આ રાજીનામાઓને એક સંકેત તરીકે ગણવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં જી-23 નેતાઓ કઇ હદ સુધી જઇ શકે છે.

એક તરફ જમ્મૂ કશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ ચાલી રહી છે. કોઇ પણ સમયે જમ્મૂ કશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. એવા સમયમાં કોંગ્રેસ માટે આ મોટો ઝટકા સમાન નિર્ણય ગણી શકાય. પાર્ટીમાંથી જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમાં મુખ્ય ચહેરાઓ જી.એમ.સરૂરી, વિકાર રસૂલ, ડો.મનોહર લાલ શર્મા, ગુલામ નબી મોગા, નરેશ ગુપ્તા, મહોમ્મદ આમીન ભટ્ટ, સુભાષ ગુપ્તા અને જુગલ કિશોર શર્મા છે. આ નેતાઓ દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે કે, તેમણે પાર્ટીમાં બદલાવની માંગણીઓ સાથે પત્ર મારફતે રાજીનામા મોકલી આપ્યા છે.

આ નેતાઓની નારાજગી પાછળનું કારણ પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરને માનવામાં આવી રહ્યાં છે. વિકાર રસૂલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમને કહેવામાં આવ્યું હતું કે, 3 વર્ષ માટે પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી રહ્યાં છે, પરંતુ હવે 7 વર્ષ થઇ ગયા છે. હવે અમે પાર્ટીના નેતૃત્વને જણાવી દીધુ છે કે, જો પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તન નહી કરવામાં આવે તો અમે અમારી જવાબદારીઓનું વહન નહી કરીએ. પાર્ટી હાલમાં પ્રદેશ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. જેના માટે પ્રદેશ અધ્યક્ષ સંપૂર્ણપણે જવાબદાર છે. અત્યાર સુધી 200 કરતા વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. જેમાં પ્રદેશના કદ્દાવર નેતાઓનો પણ સમાવેશ થાય છે. જી 23 નેતાઓ આગામી સમયમાં કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી સાબિત થઇ શકે છે.

કંગના રનૌતના આઝાદી અંગેના નિવેદનને પણ નવાબ માલિકે ડ્રગ્સ સાથે જોડ્યું!

મુંબઈ: કોંગ્રેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક નિવેદનામાં કંગનાએ કહ્યું હતું કે, 1947માં ભારતને આઝાદી ભીખમાં મળી, અસલી આઝાદી તો 2014માં મળી.

કંગના પર ભડક્યા નવાબ મલિક
કંગનાના આ નિવેદન પર નવાબ મલિકે જણાવ્યું કે, કંગનાનુ આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. અમે કંગનાના નિવેદનની સખત નિંદા કરીએ છીએ. કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધવો જોઈએ અને તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવો જોઈએ. નબાવ મલિકે વધુમાં ઉમેર્યું કે, કંગના રનૌતે આ નિવેદન આપતા પહેલા ડ્રગ્સનો ભારે ડોઝ લીધો હોય તેવું લાગે છે.

વરૂણ ગાંધીએ પણ સાધ્યું હતું નિશાન
કંગનાના આ નિવેદન બાદ બીજેપી સાંસદ વરુણ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, ક્યારેક મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઈને રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર. આ વિચારને હું ગાંડપણ કહું કે દેશદ્રોહ?

કંગના સામે ફરિયાદ દાખલ
AAPના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પ્રીતિ શર્મા મેનને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મેનને જણાવ્યું કે, અમને કાર્યવાહી થશે તેવી આશા છે. કંગના સામે ભારતીય દંડ સંહિતાની કલમ 124A, 504 અને 505 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.