રાજ્યમાં ડિસેમ્બરમાં કૉરોનાથી મોતની સંખ્યમાં ચિંતાજનક રીતે વધારો

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યા છે. દર બે દિવસમાં કેસ ડબલ થઇ રહ્યા છે. બીજી લહેર દરમિયાન કોરોનાથી મૃત્યુના કેસને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. સરકારે કોરોના અને કોરીનાની સારવાર દરમિયાન અન્ય રોગથી પીડાતા લોકોના મોતના આંકડા અલગ અલગ દર્શાવ્યા હતા. પરંતુ હાલમાં ગુજરાતમાં જે પ્રમાણે કોરોનાંથી મોત થઈ રહ્યા છે તે ચિંતાજનક છે.

હાલમાં સમયને કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત માનવામાં આવી રહી છે. શરૂઆતમાં સમયમાં જ કોટોનાથી મોતના સરકારી આંકડો જ ખૂબ ડરામણો છે. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 22 લોકોના મોત નીપજ્યા છે. આ મોત એવા સમયમાં થયા છે જ્યારે કોરોનાની કોઈ લહેર નથી. હોસ્પિટલમાં સારવાર લોકો માટે ઉપલબ્ધ છે. કોરોનોની વેક્સિન મોટો ભાગના લોકોને અપાઈ ચૂકી છે. આવા સંજોગોમાં કોરોનાથી મોત ચોક્કસ ચિંતા ઉપજાવી શકે છે. જો સરકાર આ સ્થિતિને ગંભીરતાપૂર્વક નહી લે તો આગામી સમયમાં ભયંકર પરિણામ આવી શકે છે.

ઓમિક્રોન વેરીયન્ટની સંક્રમક્તા વધારે છે પરંતુ તે ઘાતક નથી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન શરીરમાં નીચે સુધી નથી જતો જેથી ફેફસાને અસર કરતો નથી. જેના કારણે જોખમ અને મોતના કેસ ઓછા છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં બધા લોકોને ઓમિક્રોનનો ચેપ નથી. હજી પણ મૂળ કોરોના વેરીયન્ટ લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. માત્ર 28 દિવસમાં 22 લોકોના મોત નીપજ્યા છે.

ગુજરાતમાં નાઈટ કર્ફયુ માત્રને માત્ર કાગળ ઉપર, રાત્રે બેરોકટોક ફરે છે લોકો

સમગ્ર ભારત દેશમાં ધીમી ગતીએ કોરોના ફરી એકવાર આગળ વધી રહ્યો છે. તો બીજી તરફ વિશ્વના અનેક દેશો સાથે ભારતમાં પણ ઓમીક્રોનના કેસ વધી રહ્યા છે. જેને લઈ નિષ્ણાતો પણ ભીતી વ્યકત કરી ચુક્યા છે. ત્યારે ગુજરાત સરકારે પણ નાઈટ કર્ફયુના સમયમાં ફેરફાર હાથ ધર્યા છે. પરંતુ નાઈટ કર્ફયુ માત્ર કાગળ પર જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે પણ લોકોની કર્ફયુને નેવે મુકી અવર જવર થતી જોવા મળી રહી છે. ત્યારે લોકોએ મહામારી સામે લડવા સ્વયંમ જાગૃતિ દાખવવી જરૂરી બની છે.

કોરોના મહામારીના કહેર પછી નવો વેરીએન્ટ ઓમીક્રોન વિશ્વના અનેક દેશમાં ભરડો લઈ ચુક્યો છે. તેની સાથે ભારતના ગુજરાત સહીત અને રાજ્યમાં ઓમીક્રોનના કેસ દાખલ થયા છે. કોરોનાના કેસો પણ દિન પ્રતિદીન વધતા જોવા મળી રહ્યા છે. આગામી દીવસોમાં મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કરશે તેમ નિષ્ણાતો આગાહી કરી ચુક્યા છે. સરકારે પણ તેની સામે લડવા પગલા લેવાનુ શરૂ કર્યુ છે. પરંતુ સરકારની ગાઈડલાઈન અને નિયમોની અમલવારી માત્ર નામ પુરતી જોવા મળી રહી છે. એકવાર કહેર જોયા પછી પણ લોકોમાં સ્વયંમ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.

સરકારે પરિપત્ર સાથે ગાઈડ લાઈન જારી કરી નાઈટ કર્ફયુ જે રાત્રીના ૧ વાગ્યા પછી હતો તેમાં સમય ફેરફાર સાથે ૧૧.૦૦થી નાઈટ કર્ફયુ લગાવવામાં આવ્યુ છે. દીન પ્રતિદીન કોરોના અને ઓમીક્રોનના કેસમાં થતા વધારાને લઈ પગલા લેવાનુ અને મહામારી સામે લડવા ગાઈડ લાઈન પ્રસિધ્ધ કરાઈ છે. પરંતુ તેની અમલવારી કેટલા અંશે થાય છે. કોરોના અને નાઈટ કર્ફયુમાં પોલીસ તંત્રના લેશ માત્ર ભય વિના મોડી રાત્રી સુધી ટહેલતા લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે તેને પુછનારૂ પણ કોઈ નથી. હજુ પોલીસ પોઈન્ટ પણ જોવા મળી રહ્યા નથી. રાત્રી કર્ફયુ જાણે હોમગાર્ડના હવાલે કરવામાં આવ્યુ હોય તેમ ક્યાક ક્યાક જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોએ મહામારીને રોકવા પોતે જ સ્વયંમ જાગૃત બતાવવી પડશે. અને મહામારીને મહાત કરવી પડશે તેમ બુધ્ધીજીવી લોકો જણાવી રહ્યા છે.

હાઈકોર્ટે AMCને પૂછ્યું, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ?

અમદાવાદઃ ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે AMCના અધિકારીઓની ઝાટકણી કાઢી કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?

નોંધનીય છે કે અમદાવાદમાં રસ્તા પર ઇંડા-નોનવેજની લારીઓ હટાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, AMC એ લારીઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે AMCના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવીને અધિકારીઓને સવાલ કર્યા હતા કે, તમે લોકોને પોતાની ઇચ્છાની ચીજ ખાવાથી કેવી રીતે રોકી શકો? શું કાલે તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવું છે? શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ. 

ટુ-વ્હિલર અને ફોર-વ્હીલરના અગાઉના બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે

પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી અમદાવાદ દ્વારા વાહન ચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા.૧૫ ડિસેમ્બર થી ૧૭ ડીસેમ્બર સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર આગામી તા તા.૧૫ ડિસેમ્બર થી ૧૭ ડીસેમ્બર સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.૧૮ અને તા.૧૯ ડિસેમ્બરના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.