ઓમિક્રોનમાં કોરોનાથી ફરી સંક્રમિત થવાનો ખતરો ત્રણ ગણો વધારે, રિસર્ચમાં થયો ખુલાસો

સમગ્ર વિશ્વ ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈ ચિંતામાં છે. વૈજ્ઞાનિકો પણ નવા વેરિયન્ટને લઈને આશ્ચર્યમાં છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈ નવી સ્ટડી બહાર આવી છે. દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય સંસ્થાઓના જૂથ દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે.

આ નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવા ઓમિક્રોન વેરિયન્ટમાં ચેપ લાગવાનું જોખમ ડેલ્ટા અને બીટા વેરિયન્ટ કરતા 3 ગણું વધું છે. એટલે કે જે કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં ચેપ ફેલાવાનું જોખમ વધુ હોઈ શકે છે.

સાઉથ આફ્રિકન સેન્ટર ફોર એપિડેમિયોલોજિકલ મોડેલિંગ એન્ડ એનાલિસિસ (SACEMA) અને નેશનલ સેન્ટર ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) અનુસાર, આ શોધ ઓમિક્રોનની પૂર્વેના સંક્રમણથી રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા પર આધારિત છે. આ પરિણામ દક્ષિણ આફ્રિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. આ ઓમિક્રોન સંક્રમણથી બચવાની ક્ષમતા માટેનો પ્રથમ અભ્યાસ છે.

નવી સ્ટડીમાં માર્ચ 2020થી નવેમ્બર 27 સુધીના નિયમિત મોનિટરિંગ કરાયેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 27 નવેમ્બર સુધીમાં પોઝિટિવ ટેસ્ટવાળા 2.8 મિલિયન લોકોમાંથી 35,670 સંદિગ્ધ ફરી સંક્રમિત થયા. જો કોઈ વ્યક્તિ 90 દિવસની અંદર કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ફરીથી સંક્રમિત માનવામાં આવે છે.

પ્રોટીનનો ભંડાર: શિયાળના સુપરફુડ લીલા વટાણા દિલથી લઇને સ્વાસ્થ્ય માટે સારા…ફાયદા જાણીને રહી જશો દંગ…

શિયાળામાં લીલા વટાણા લગભગ બધાને પસંદ હોય છે. વટાણા ન માત્ર ખાવામાં સ્વાદિસ્ટ હોય છે. પરંતુ અનેક પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. લીલા વટાણાને કોઇપણ વસ્તુમાં નાખીને ખાઇ શકાય છે. ખાસકરીને શાકાહારીને લીલા વટાણા ખાવા જોઇએ. અનેક રિસર્ચમાં લીલા વટાણા જૂની બીમારીઓ માટે પણ કારગાર છે. આવો જાણીએ શિયાળામાં લીલા વટાણા ખાવાના ફાયદા….

વજન ઘટાડવામાં ઉપયોગી- લીલા વટાણા પ્રોટીન અને ફાયબરથી ભરપૂર હોય છે. આ બન્ને વસ્તુ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી જલ્દી ભૂખ લાગતી નથી. તેમાં કેલોરીની માત્રા ખુબ ઓછી હોય છે. જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યાં છો. તો પોતાની ડાઇટમાં લીલા વટાણા સામેલ કરો. વટાણાને બાફીને અથવા શાકભાજી કે સૂપ બનાવીને પણ પી શકો છો.

પ્રોટીનનો સારો સ્ત્રોત– પ્રોટીન સ્વાસ્થ્ય માટે અનેક રીતે જરૂરી છે. લગભગ અડધો કપ લીલા વટાણામાં 4 ગ્રામ પ્રોટીન જ નહીં, વટાણા આયરન, ફાસ્ફોરસ, કોલેટ અને વિટામિન- A, K અને C પણ હોય છે. પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે. અને માંસપેશીઓની તાકાત વધારે છે. તેમાં મળતું વિટામીન C ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક– લીલા વટાણા બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. એટલા માટે તેને ડાયાબિટીસમાં ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. ટાણામાં ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછું હોય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓને પોતાની ડાઇટમાં તેને જરૂર સામેલ કરવા જોઇએ. તેમાં મળતા વિટામિન ડાયબિટીસને હોવાની સંભાવનાને ઓછી કરે છે.

પાચનને યોગ્ય રાખે છે– લીલા વટાણામાં ફાઇટિક એસિડ અને લેક્ટિન જેવી એન્ટીન્યૂટ્રિએંટ્સ હોય છે. જેમાં આયરન, જિંક, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે. લેક્ટિનના કારણે પેટમાં ગેસ અને સોજા થાય છે. અને વટાણા તેને ઓછા કરવામાં મદદ કરે છે. તેમાં મળતા ફાયબર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

દિલ માટે ફાયદાકારક– લીલા વટાણામાં મળતા મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ દિલ માટે ખુબ ફાયદાકારક હોય છે. દિલની મોટાભાગની બીમારીઓ બ્લડ પ્રેશરના કારણે થાય છે. લીલા વટાણા હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમાં જોવા મળતા ફાયબર બેંડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ પણ દિલને સ્વસ્થ રાખનારુ માનવામાં આવે છે.

આટલું ધ્યાન રાખજો: એન્ટીબાયોટિકનો આડેધડ ઉપયોગથી જીવનું જોખમ વધે છે, કારણ અને સલાહ વિના ઉપયોગ ટાળો..

એન્ટીબાયોટીક દવા માત્ર બેક્ટેરિયાને મારી શકે છે. ઝાડા અને શરદી એવા રોગ છે જે મહદ અંશે વાઇરસથી થાય છે પણ આપણે એમાં પણ એન્ટીબેક્ટેરિયલ એવી એન્ટીબાયોટિક દવાનો દુરુપયોગ કરીએ છીએ! સરવાળે બેક્ટેરિયા શીખે છે કે કેમ આ દવાથી બચવું!! અંતે ખરા યુદ્ધમાં બેક્ટેરિયા જીતે છે અને માણસ મરે છે!

લોકોનો પ્રશ્ન:
જ્યારે ઘરમાં નાનું બાળક – શરદી – નાક બંધ હોય જેના લીધે એ વ્યવસ્થિત શ્વાસોશ્વાસ સરખી રીતે ના કરી શકે અને એના કારણે ‘કજિયા’ કરે ને રોયા કરે. એવા સંજોગો માં ડૉ. ને બતાવી તો તે એન્ટીબાયોટીક જ આપે એવા સમયે કેમ આનાથી બચવું?

ડોક્ટરનો જવાબ
સૌપ્રથમ ડોકટરને પૂછો કે,

  • શું નિદાન છે?
  • કઈ દવા છે?
  • શું એન્ટીબાયોટીક તો નથી ને? છે તો શું કામ?
    કમનસીબે મોટાભાગે ડોકટરની જાગૃતિ પણ અનિવાર્ય છે. ઘણા ખરા મિત્રો જાગૃત છે પણ ઘણી વખત આત્મવિશ્વાસના અભાવે કે ઘણી વાર દર્દીના આગ્રહથી વશ થઈને લખી બેસે છે. આવા કેસમાં જો દર્દીઓ પણ જાગૃત થશે તો ઘણું સારું!

લાંબા ગાળે હાનિકારક નીવડે છે
એન્ટીબાયોટિક દવાઓ ભલે શરીરનો દુખાવો અને બીમારીને ઓછી કરી દે પરંતુ, તેમનો લાંબા સમય માટે ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. સામાન્ય દુખાવો હોય અથવા કોઈ ઘાતક બીમારી, હમેશાં આપણે એન્ટીબાયોટિક દવાઓનું સેવન વિના કોઇ સંકોચે કરીએ છીએ. પરંતુ ઘણી શોધમાં આ વાત સામે આવી છે કે, એન્ટીબાયોટિક જેટલી જલ્દી દુખાવા પર અસર કરે છે તેટલું જ તે શરીરને નુકસાન પહોંચાડે છે.

એન્ટીબાયોટિક શોધ ક્યારે અને કોને કરી?
વર્ષો પહેલા કોઈપણ બિમારી માટે કોઈ કારગર દવા ન હોતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડનાં નોબેલ પુરુસ્કાર વિજેતા વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. આ દવા બેક્ટેરીયા સંક્રમણ વગેરેથી રક્ષણ મેળવવામાં ઘણી કારગર સાબિત થઈ હતી. જીવાણુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓની અસર ઘણી ઓછા સમય સુધી રહે છે.

50 ટકા લોકો આડઅસર નું ધ્યાન નથી રાખતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં સંશોધનમાં ભારતની સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલ એક રિપોર્ટ સામે આવી છે. ભારતનાં 50 ટકાથી વધુ લોકો દવાઓની આડઅસરનું ધ્યાન નથી રાખતા હોતા અને ડોક્ટરની સલાહ લીધા વિના જ એન્ટીબાયોટીક દવાઓ લેતા હોય છે.

ટીબીની કેસમાં એન્ટીબાયોટિક જોખમી બને છે
બિનજરૂરી એન્ટિબાયોટીક દવાઓને ખાવામાં આવે તો દર્દીની સારવાર કરવી લગભગ નામુમકીન થઈ જતી હોય છે, ખાસ કરીને ટીબીની બિમારીમાં સારવાર અસંભવ થઈ જાય છે. 90 ટકા ડોક્ટર દર્દીને દવા આપ્યાનાં ત્રણ દિવસ બાદ નિયમોનુસાર શરીર ઉપર તે દવાની અસરની તપાસ નથી કરતા હોતા.

તપાસ વિના જ એન્ટીબાયોટિક આપે છે!
એમ્સનાં ફાર્મોકોલોજી ડિપાર્ટમેન્ટમાં નવેમ્બર 2014 થી લઈને ડિસેમ્બર 2015 વચ્ચે એનસીઆરનાં 500 ડેંટિસ્ટનો સર્વે કર્યો, જેમાં જાણવા મળ્યું હતુ કે, 74 ટકા ડૉક્ટર શરીરમાં બેક્ટેરીયાની તપાસ કર્યા વિના જ એન્ટિબાયોટીક દવા આપી રહ્યા છે. પોલીસી મુજબ કેટલીક નિશ્ચિત દવાઓને વિના ડોક્ટરની પરવાનગી (રિસીપ) વગર વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે.

મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, સાણંદમાં 2,29,393 ઘરોમાં તંત્રએ ચકાસણી કરી

સાણંદ સહિત અમદાવાદ જિલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ત્યારે તેને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્ધારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી. જિલ્લાના 466 ગામોમાં એક જ દિવસે જિલ્લા આરોગ્યની 722 જેટલી ટીમો દ્ધારા 2,29,393 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગનો ફેલાવો અટકાવવા માટે 925 સ્થળોએ દવાનો છંટકાવ કરાયો હતો.

અમદાવાદ જિલ્લામાં મચ્છરજન્ય રોગ ડેંગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા સહિતના કેસમાં વધારો થયો છે. અમદાવાદ જિલ્લા મલેરિયા વિભાગ દ્ધારા ખાસ ડોર ટુ ડોર ફિવર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા મલેરિયા અધિકારીએ કહ્યું કે, 20 સપ્ટેમ્બરને સોમવારના રોજ જિલ્લાના 466 ગામમાં એક સાથે 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 215 પેટા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં 40 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, 40 આયુષ્ય તબીબી અધિકારી, 40 તબીબી અધિકારી, તાલુકા હેલ્થ અધિકારીઓ, જિલ્લા મલેરિયા અધિકારીઓના મોનિંટરીગ અને સુપરવિઝન હેઠળ 722 ટીમ દ્ધારા ડોર ટુ ડોર ફીવર સર્વેલન્સ તેમજ પોરાનાશનક કામગીરીનો મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવ્યો હતો.