તમારી લોનની EMI પર નહી મળે રાહત, વ્યાજ દરો અંગે RBI નો મોટો નિર્ણય

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે. મોનેટરી પોલિસી કમિટી ની બેઠક બાદ બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કોઈ ફેરફાર કર્યો નથી.

મોંઘવારીથી પીડિત સામાન્ય લોકોને કોઈ રીતે રાહત આપવામાં આવી નથી. શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંકે રેપો રેટ (Repo Rate) અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં કોઈ ફેરફાર કર્યો નથી. જણાવી દઈએ કે આરબીઆઈના આ નિર્ણય બાદ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થશે નહીં.

MPCની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, ‘મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટને 4 ટકા પર રાખવા સર્વસંમતિથી મતદાન કર્યું હતું. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) અને બેંક દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને 4.25 ટકા રાખવામાં આવ્યો છે.

ભારતમાં PayTM Moneyની પ્રથમ ઓફિસ અમદાવાદમાં, જાણ CEO વરૂણ શ્રીધરે શું લક્ષ્યાંક બનાવ્યું? ગુજરાતીઓ માટે રોજગારીની મોટી તક

અમદાવાદઃ ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વિશ્વની અગ્રણી ઓનલાઇન પેમેન્ટ કંપનીઓ પોતાની સેવામાં પણ વધારો કરી રહી છે. PayTM Moneyએ દેશમાં તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસ અમદાવાદમાં શરૂ કરી છે. સંપૂર્ણ ડિજિટલ કંપનીએ ગુજરાત માટે પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને ઓફિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં મોટો બજાર હિસ્સો ધરાવતી કંપની આગામી સમયમાં લોકોના રોકાણ નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. હાલમાં પેટીએમ મની માટે નવા ડિમેટ એકાઉન્ટ અને F&O સોદાના મામલે ગુજરાત સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં પણ વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે પેટીએમ મનીએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ અમદાવાદમાં ખોલી છે. PayTM Moneyના CEO વરૂણ શ્રીધરે ગુજરાતમાં નં.1 ટ્રેડીંગ અને ઈનવેસ્મેન્ટ પ્લેટફોર્મ બનવાનુ લક્ષ્ય નક્કી કર્યું છે. રાજ્યમાં વિસ્તરણ કરવા આ સુવિધા મહત્વની બની રહેશે.

પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નિષ્ણાંત કલાયન્ટ ટીમની રચના કરશે. પછીથી અન્ય શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. પેટીએમ પેમેન્ટસના હાલના ગ્રાહકોનો લાભ લઈ સંલગ્ન મોડલ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ હસ્તગત કરવાનુ અને પ્રોત્સાહિત કરવાનુ ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ દેશનું અગ્રણી શહેર બન્યુ છે અને આકર્ષક પ્રતિભા સમુદાય, મૂડી રોકાણની સંસ્કૃતિ અને માળખાકીય સુવિધાઓ ધરાવે છે. અમારા માટે ગુજરાતમાં નોંધપાત્ર કેપિટલ માર્કેટ બિઝનેસના નિર્માણ થઈ શકશે.

વેપારીઓ અને ગ્રાહકો માટેની ભારતની મોખરાની ડિજિટલ વ્યવસ્થા પેટીએમ તરફથી જાહેરાત કરવામાં આવી છે તેની સંપુર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મનીએ તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસનો અમદાવાદમાં પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં આશરે 100 લોકોની સેલ્સ ટીમ, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને બજાર નિષ્ણાંતોની ભરતી કરીને આગામી વર્ષોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં કંપનીની હાજરી વિસ્તારશે.

હાલમાં 1 લાખથી વધુ યુઝર્સ ધરાવતું ગુજરાત PayTM Money પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ધરાવતુ ટોચનું રાજ્ય છે. પ્લેટફોર્મ ઉપર 11 ટકાથી વધુ IPO અરજીઓ ગુજરાતમાંથી આવે છે આથી દેશમાં સૌથી મહત્વનું રાજ્ય બની રહે છે. હવે અમદાવાદમાં ભૌતિક હાજરી ધરાવતાં તે રાજ્યમાં નવા યુઝર્સની સંખ્યામાં વધારો કરી શકશે અને એકંદર રિલેશનશિપ વેલ્યુ અને ટ્રેડીંગ વોલ્યુમમાં વધારો કરી શકશે.

કંપની રાજ્યના ક્લાયન્ટસને મદદ કરવા DIY આસિસ્ટન્સ ડેસ્કની સ્થાપના કરી ચૂકી છે. તે અમદાવાદમાં ગ્રાહકોને ઓફલાઈન ટ્રેડમાં સહાય કરવા કૉલ અને ટ્રેડ ડેસ્કની પણ સ્થાપના કરશે. ગ્રાહકોને જો સહાયની જરૂર પડે તો તે પેટીએમ મનીના લોકપ્રિય શૈક્ષણિક વિડીયોનો અને નિષ્ણાત સિરીઝ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.

PayTM Moneyના CEO વરૂણ શ્રીધર જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકો જે ભાષાનો ઉપયોગ કરે છે અને બોલે છે તે ભાષામાં સંપર્ક કરી તેમની વધુ નિકટ આવવા પ્રયાસ કરી રહ્યા છીએ. PayTM Money ઉત્તમ કિંમતે મૂડીરોકાણ અને ટ્રેડીંગ કરવા માટે સુપર એપ્પનું નિર્માણ કરી રહી છે. ઉદાહરણ તરીકે અમારૂ એફ એન્ડઓ પ્રાઈસીંગ ઓર્ડર દીઠ 10નું છે અને તે ભારતમાં સૌથી ઓછી કીંમત ધરાવે છે. ગુજરાતનું અમારૂ હાલનું ટ્રેડર નેટવર્ક અમારા માટે મોટુ સ્પર્ધાત્મક નેટવર્ક બની રહેશે. મદાવાદમાં અમારી ભારતની સૌ પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ એ PayTM Moneyનું એક મહત્વનું કદમ છે.

UAEની કંપની સાથે રિલાયન્સે ઔધોગિક કેમિકલ્સ ઝોન બનાવવા માટે કર્યા કરાર, જાણો કેટલું રોકાણ કરવામાં આવશે

મુંબઇઃ અબુ ધાબી કેમિકલ્સ ડેરિવેટિવ્સ કંપની RSC લિમિટેડ (“TA’ZIZ”) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વચ્ચે રુવાઇસ ખાતે આવેલા TA’ZIZ ઔદ્યોગિક કેમિકલ્સ ઝોન ખાતે વિશ્વ સ્તરની રાસાયણિક ઉત્પાદન ભાગીદારી ‘TA’ZIZ EDC અને PVC’ શરૂ કરવા સંમતિ સાધવામાં આવી છે. નવું સંયુક્ત સાહસ $2 બિલિયન કરતાં વધુના રોકાણ સાથે ક્લોર-આલ્કલી, ઇથિલિન ડિક્લોરાઇડ (EDC) અને પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) ઉત્પાદન સુવિધાનું નિર્માણ અને સંચાલન કરશે. મહત્વનું છે કે, આ કેમિકલ્સનું ઉત્પાદન UAEમાં પહેલીવાર થશે.

વૈશ્વિક સ્તરે આ રસાયણોની વધતી માંગને પણ પહોંચી વળશે. TA’ZIZ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ ઝોને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ADQ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટ ADNOC અને રિલાયન્સની લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે અને MENA ક્ષેત્રમાં રિલાયન્સનું આ પ્રથમ મૂડીરોકાણ છે.

નિયમનકારી મંજૂરીઓને આધીન સંયુક્ત સાહસની શરતો પર હસ્તાક્ષર UAEના ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી તથા ADNOC મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO મહામહિમ ડૉ. સુલતાન અહેમદ અલ જાબેર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની હાજરીમાં કરવામાં આવ્યા હતા. સંયુક્ત સાહસની શરતો પર TA’ZIZના કાર્યકારી સીઇઓ ખલીફા અલ મ્હેરી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ કમલ નાણાવટી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને TA’ZIZ વચ્ચેનું આ સંયુક્ત સાહસ ભારત અને UAE વચ્ચે લાંબા સમયથી ચાલતા અને મૂલ્યવાન સંબંધોને વધુ મજબૂત બનાવશે. અમે ખુશ છીએ કે અમે UAEમાં TA’ZIZ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ ઝોનમાં વિનાઈલ ચેઈનમાં પ્રથમ પ્રોજેક્ટ સ્થાપીશું, જેને રસાયણો માટે વૈશ્વિક હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

એક સમયે શોધે પણ નહોતા મળતા, આજે ઓકિસજન મશીન, થર્મલ ગન અને પીપીઈ કીટનાં ભાવ તળીયે પહોંચ્યા

રોના કાળમાં જયારે ગત એપ્રિલ – મે માં પીક પીરીયડ હતો ત્યારે ઓકિસજન પ્લાન્ટ, થર્મલ ગન, પીપીઈ કીટ, માસ્કનાં બેરોકટોક ઉંચા ભાવ લઈને તબીબી સાધનોની ઉત્પાદક કંપનીઓએ લોકોને લૂંટયા બાદ હાલ કોરોના શાંત થતા આ ચોજોનાં ભાવ સાવ તળીયે પહોંચી ગયા છે અને કેટલીક ચીજોનો તુ કોઈ લેવાલ નથી તેવી સ્થિતી છે.

કોરોનાની બીજી લહેર ઘાતક સાબીત થઈ ત્યારે થર્મલ ગન, પીપીઈ કીટ અને હોસ્પિટલમાં ઓકિસજન કોન્સનટ્રેટરની ભારે ડિમાન્ડ નીકળી હતી. સામાન્ય લોકો માસ્ક અને હેન્ડ સેનીટાઈઝર્સ ખરીદવા મેડિકલ સ્ટોરમાં પડાપડી કરતા હતા. માસ્કનાં પણ કાળા બજાર થતા હતા તેવી સ્થિતિ હતી. ગત મે મહિનામાં કોરોનાનો પીક પીરીયડ હતો ત્યારે પીપીઈ કીટનાં ભાવ એક તબકકે 2000થી 2500 સુધી પહોંચી ગયો હતો તે હાલ રૂ. 400- 500માં આસાનીથી મળી રહી છે આવી જ રીતે થર્મલ ગનનાં ભાવ રૂ. 7000 સુધી પહોંચી ગયો હતો તે હાલ 350- 400માં મળી રહી છે. હેન્ડ સેનીટાઈઝર્સ તો હવે મોટા ભાગનાંએ ખરીદવાનું બંધ કરી દીધુ છે. માસ્ક પણ મોટા ભાગે માત્ર દંડ ન ભરવો પડે તે માટે સાથે રાખી રહયા છે.

ગત એપ્રિલ – મે માં આરોગ્ય કેન્દ્રો – ખાનગી હોસ્પિટલમાં પાંચ લીટરનાં ઓકિસજન કોન્સનટ્રેટરનાં ભાવ એક તબકકે રૂ. 52,000 હજાર સુધી પહોંચી ગયા હતા તે હાલ 25,000ની આસપાસ છે અડધા ભાવ થઈ ગયા છે. સરકારી વિભાગો જેમ માર્કેટ મારફત ખરીદી કરે છે તેમાં પણ ભાવ હાલ તળીયે પહોંચી ગયા છે. તબીબી વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રોએ જણાંવ્યુ હતુ કે કોરોના વખતે જે સાધનોનાં કાળાબજાર થતા હતા તે હાલ નીચા ભાવે જોઈએ તેટલા જથ્થામાં મળી રહયા છે. મતલબ કે કોરોના કાળમાં તબીબી સાધનોની ઉત્પાદક કંપનીઓએ લોકોને લૂંટયા જ છે માનવતા નેવે મુકી લોકોની ગરજનો લાભ લેવાયો હતો સરકારી અંકુશ પણ ન હતો.