સાણંદના રાધે સ્કાયલાઇનમાંં પત્નીએ પોલીસ પતિનેે પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપ્યો, પછી થઇ જોવા જેવી

સાણંદઃ સાણંદના  રાધે સ્કાયલાઇનમાં પતિ,, પત્ની અને વોનો કિસ્સો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. સાણંદના રાધે સ્કાયલાઈનમાં મહિલા કોન્સ્ટેબલ સાથે કોન્સ્ટેબલ પતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી લેતા હોબાળો થયો હતો. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં કાર્યરત કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના સંબંધોનો મામલો મારામારી સુધી પહોંચ્યો છે. સાણંદમાં મહિલાએ તેના કોન્સ્ટેબલ પતિને પ્રેમિકા એવી મહિલા કોન્સ્ટેબલ સાથે સાણંદના રાધે સ્કાયલાઈનમાં આવેલા એક ફ્લેટમાં પકડી પાડયા હતા. પછી બન્ને વચ્ચે મારામારી થઈ હતી.

મહિલાએ તેના પતિ અને પ્રેમિકાએ માર માર્યાની અને મારી નાંખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી તો પ્રેમિકા એવી  મહિલા કોન્સ્ટેબલે મહિલા અને તેના પરિવારે રસ્તામાં રોકીને ઢોર માર મારી, કપડાં ફાડી નાંખી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

સાણંદમાં રહેતા પારૂલબા ઈન્દ્રજીતસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે  તેમના 17 વર્ષ પહેલાં ઈન્દ્રજીતસિંહ વાઘેલા સાથે લગ્ન થયા હતા. પતિ ઈન્દ્રજીતસિંહને મહિલા પોલીસ કર્મચારી હિનાબહેન અશ્વિનભાઈ રાવલ સાથે આડા સંબંધ છે. આ કારણે ફરિયાદી પારૂલબા પતિથી એકલા રહે છે. એક ઓક્ટોબકે  પુત્રએ પિતાને મળવાની જીદ કરતા પારૂલબા તેમને લઈને રાધે સ્કાયલાઈન આવ્યા હતા. જ્યાં ફ્લેટમાં તેમના પતિ  ઈન્દ્રજીતસિંહ અને હિનાબહેન રાવલ બન્ને હાજર હતા. બાદમાં બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. ફરિયાદી પારૂલબાને તેમના પતિએ માર માર્યો હતો અને પગથી ઢસડીને ફ્લેટમાંથી બહાર ફેંકી દીધી હતી. સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, સાણંદમાં 2,29,393 ઘરોમાં તંત્રએ ચકાસણી કરી

સાણંદ સહિત અમદાવાદ જિલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ત્યારે તેને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્ધારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી. જિલ્લાના 466 ગામોમાં એક જ દિવસે જિલ્લા આરોગ્યની 722 જેટલી ટીમો દ્ધારા 2,29,393 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગનો ફેલાવો અટકાવવા માટે 925 સ્થળોએ દવાનો છંટકાવ કરાયો હતો.

અમદાવાદ જિલ્લામાં મચ્છરજન્ય રોગ ડેંગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા સહિતના કેસમાં વધારો થયો છે. અમદાવાદ જિલ્લા મલેરિયા વિભાગ દ્ધારા ખાસ ડોર ટુ ડોર ફિવર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા મલેરિયા અધિકારીએ કહ્યું કે, 20 સપ્ટેમ્બરને સોમવારના રોજ જિલ્લાના 466 ગામમાં એક સાથે 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 215 પેટા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં 40 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, 40 આયુષ્ય તબીબી અધિકારી, 40 તબીબી અધિકારી, તાલુકા હેલ્થ અધિકારીઓ, જિલ્લા મલેરિયા અધિકારીઓના મોનિંટરીગ અને સુપરવિઝન હેઠળ 722 ટીમ દ્ધારા ડોર ટુ ડોર ફીવર સર્વેલન્સ તેમજ પોરાનાશનક કામગીરીનો મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવ્યો હતો.

સાણંદમાં પ્રિમોન્સુનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

સાણંદમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર વરસાદ પાણી ભરાઇ જતા વાહનચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નગરપાલિકા દ્ધારા પ્રિમોન્સુનના નામે લાખો રૂપિયા ખર્ચીને કામગીરી કરવામાં આવે છેપરંતુ વરસાદી પાણીનો નિકાલ થતો નથી.

સાણંદમાં વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્ધારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં પણ વરસાદ પાણી શહેરમાં ભરાયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. એટલું જ નહી વરસાદની પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

આમ છતાં નગરપાલિકા દ્ધારા કોઇ નક્કર પગલા ભરવામાં આવતા નથી. લોકો સમયસર ટેક્સ ભરે છતાં લોકોને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં વરસાદના પાણીનો નિકાસ થતો નથી જેથી લોકોના રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે.

‘અગાઉ રૂપાણી એકલા રિમોટ કંટ્રોલથી ચાલતા હતા, હવે આખી ભાજપ સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે’

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એકલા રિમોટ કંટ્રોલથી ચાલતા હતા પણ હવે ભુપેન્દ્ર પટેલની આખી સરકાર રિમોટ કંન્ટ્રોલથી ચાલશે. ભાજપે સરકાર બદલી સ્પષ્ટતા કરી છે કે કોરોના મહામારીમાં રૂપાણી સરકારના મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે.

અમિત ચાવડાએ કહ્યું કે, રૂપાણી સરકારની નિષ્ફળતાઓના કારણે પ્રજાની આંખમાં ધૂળ નાખવા ફેરફાર કરાયા છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા. હવે આખું મંત્રીમંડળ રિમોટ કંટ્રોલથી ચાલશે. ભાજપમા ચાલી રહેલી આંતરિક લડાઇનો ભોગ સિનીયર મંત્રીઓ અને ધારાસભ્ય બન્યા છે. ભાઉના માનીતા ધારાસભ્યોને મંત્રીના પદ અપાયા છે.