પાકને સામે ચૂસીયા પ્રકારની જીવાતો અને ઇયળોથી પાકનું રક્ષણ આપશે નીમાસ્ત્રઃ ઘરે બનાવવાની રીત જાણો

ખેડૂત ખેતી કરવા માટેની તૈયારીઓ શરૂ કરે છે ત્યારે તેની સૌથી મોટી ચિંતા હોય છે કે પાકનું જીવાતોથી કેવી રીતે રક્ષણ કરવું. ચૂસીયા અને નાની ઇયળો પાકને નુકસાન ઘણું નુકસાન પહોંચાડે છે. ખેડૂતે આ ઇયળોથી રક્ષણ માટે મોંઘા અને ઝેરી કેમિકલયુક્ત કીટનાશકોનો છંટકાવ કરે છે. પરંતુ વધુ પડતા કેમિકલના ઉપયોગથી પાકની ગુણવત્તા પર અસર પડી શકે છે. પરંતુ કેટલાક પ્રાકૃતિક ઉપચારથી વગર કેમિકલનું નિમાસ્ત્ર તૈયાર કરી પાક પર છંટકાવ કરવાથી પાકને ચુસીયા અને ઇયળોથી બચાવી શકાશે અને પાકને કેમિકલની અસરથી પણ દૂર રાખી શકાશે.

નિમાસ્ર બનાવવાની રીત

સામગ્રી
200 લીટર પાણી
10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર
2 કિલો દેશી ગાયનું છાણ
10 કિલો કડવા લીમડાના પાંદડા અન કુંબડી ડાળીઓ
10 થી 12 કિલો ખાંડેલી લીંબોળી

આ બધી ચીજવસ્તુઓ એકત્ર થયા બાદ નીમાસ્ત્ર બનાવવાની શરૂઆત કરવી જોઇએ જેથી બનાવતી વખતે કોઇ ચીજવસ્તુ ખુટે નહી તેની ખાસ કાળજી રાખવી.

નીમાસ્ત્ર બનાવવાની પદ્વતિ
તમામ સામગ્રીનું મિશ્રણ બનાવવું
આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક માટે છાયડામાં રાખવું
સવાર-સાંજ 1-1 મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં લાકડાના ડંડાથી હલાવવું
ત્યારબાદ ગાળીને સંગ્રણ કરવો

હવે છંટાકવા કરવા માટે નિમાસ્ત્ર તૈયાર બનશે. પ્રતિ એકર 100 થી 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર નીમાસ્ત્ર અર્ક મિશ્રિત કરીને પાક પર છાંટવું.

નીમાસ્ત્ર એકવખત તૈયાર કર્યા બાદ તેને 3 મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

આમ ઘરે જ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું નીમાસ્ત્ર ચૂસીયા જેવી જીવાત અને નાની ઇયળોથી પાકને સંપૂર્ણ રક્ષણ કરશે. ઉપરાંત કેમિકલયુક્ત જંતુનાશકોની મોંઘા ખર્ચથી પણ બચાવે છે. પ્રાકૃતિક ખેતીમાં નીમાસ્ત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. લાખો ખેડૂતોએ નીમાસ્ત્ર તૈયાર કરી પાક પર છંટકાવ કરી તેનો લાભ મેળવ્યો છે.

ભારતમાં માત્ર 1 ટકા લોકોની દેશની કુલ આવકના 22 ટકા ભાગીદારી

ભારતે દુનિયામાં સૌથી મોટી આર્થિક અસમાનતા ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવી લીધુ છે. ભારતમાં વર્ષ 2021 માં દેશની કુલ આવકમાંથી 22% આવક માત્ર 1% લોકો પાસે ગઈ છે. ‘વિશ્વ આર્થિક અસમાનતા રિપોર્ટ 2022’ નામનો રિપોર્ટ લુકાસ ચાંસલ અને વલ્ર્ડ ઈનઈક્યુલેટી લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં ફ્રાંસના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી થોમસ પિકેટ્ટી સહિતના અનેક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભારત હવે દુનિયામાં સૌથી વધુ આર્થિક અસમાનતા ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે ભારતમાં લોકોની સરેરાશ રાષ્ટ્રીય આવક 2,04,200 રૂપિયા છે. જ્યારે દેશનાં 50% લોકોની સરેરાશ આવક તો માત્ર 53,610 રૂપિયા છે. જ્યારે દેશના ટોચના 10% લોકોની સરેરાશ આવક તેમના કરતા લગભગ 20 ઘણી વધારે એટલે કે 11,66,520 રૂપિયા છે.

રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે ભારત એક એવો આર્થિક અસમાનતાવાળો દેશ છે જ્યાં એક બાજુ એશિયાના ટોચના અમીર લોકો વસવાટ કરે છે. બીજી બાજુ બહુ મોટી વસ્તી ગરીબ રેખાથી નીચે આવે છે. એટલુ જ નહીં ભારતમાં આવકની બાબતમાં લૈગિંક અસમાનતા પણ ખુબ છે. ભારતમાં દેશની કુલ આવકમાં મહિલાઓની ભાગદારી માત્ર 18% છે. જ્યારે પુરૂષોની ભાગીદારી 82% છે.

આગામી અવકાશ મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનનની NASA દ્વારા પસદંગી કરાઇ, કોણ છે અનિલ મેનન?

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનનની નાસા દ્વારા આગામી અવકાશ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. નાસા દ્વારા કુલ 12 હજાર લોકોમાંથી 10 લોકોની પસંદગી કરાઈ છે. અમેરિકન સ્પેસ એજન્સીએ જાહેરાત કરી છે કે ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનન, યુએસ એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, નાસા દ્વારા અન્ય નવ લોકોની સાથે ભાવિ મિશન માટે અવકાશયાત્રીઓ તરીકે પસંદગી કરવામાં આવી છે.

અનિલ મેનન સ્પેસએક્સના પ્રથમ ફ્લાઇટ સર્જન હતા, જેમણે નાસાના સ્પેસએક્સ ડેમો-2 મિશન દરમિયાન કંપનીના પ્રથમ માનવોને અવકાશમાં લોન્ચ કરવામાં મદદ કરી હતી. ભવિષ્યના મિશન દરમિયાન માનવ સિસ્ટમને ટેકો આપવા માટે એક તબીબી સંસ્થાનું નિર્માણ કર્યું હતું.

અનિલ મેનન સ્પેસએક્સમાં છેલ્લા 4 વર્ષથી મેડિસિન વિભાગના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. એપ્રિલ 2018માં તેઓ સ્પેસએક્સ સાથે જોડાયા હતા. એરિયા હોસ્પિટલમાં ઇમરજન્સી મેડિસિન ફિજીસિયન તરીકે તેમણે 13 વર્ષ સુધી સેવા આપી હતી.

અન્ય 9 અવકાશયાત્રીઓમાં નિકોલ એયર્સ, ક્રિષ્ટિના બીર્ચ, લુક ડેનલી, આંદ્રે ડગલાસ, ક્રિસ્ટોફર વિલિયમ્સ, જેસિકા વિટનેર, ડેનિઝ બર્સહામ અને માર્કસ બેરિઓસ પોઝની પસંદગી કરવામાં આવી છે.

2020 અને 2021 કરતા પણ ભયંકર હશે 2022 નું વર્ષ, જાણો નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કરી હતી કઈ ભવિષ્યવાણી?

ફ્રાંસના પ્રખ્યાત ભવિષ્યશાસ્ત્રી નાસ્ત્રેદમસે સદીઓ પહેલા ‘લેસ પ્રોફેટીસ’ નામના એક પુસ્તકમાં દુનિયાને લઈને અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. અત્યારે સુધી આ ભવિષ્યવાણીઓમાંથી 70 ટકા સાચી સાબિત થઈ છે. જેમાં 2021 માટે તેમણે મહામારી, દુકાળ અને તબાહીની ભવિષ્યવાણી કરી હતી. જેને કોરોના મહામારી અને દુનિયામાં સર્જાયેલ તબાહી સાથે જોડીને જોવામાં આવી રહી છે. ત્યારે 2022 ને લઈને પણ નાસ્ત્રેદમસે કેટલીક ચોકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી. જેના ઉપર એક નજર નાખીએ..

મોંઘવારી થશે બેકાબુ
નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી મુજબ 2022 માં મોંઘવારી બેકાબુ બની જશે, અમેરિકન ડોલરમાં મોટો કડાકો બોલી જશે. લોકો સ્થાવર સંપત્તી કે શેરબજારની જગ્યાએ સોના, ચાંદી અને બિટકોઈનમાં વધુ રોકાણ કરશે.

પૃથ્વી સાથે ટકરાશે એસ્ટરોઈડ
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ એસ્ટરોઈડના કારણે પૃથ્વી ઉપર મોટાપાયે નુકશાન થશે. એક મોટો એસ્ટરોઈડ સમુદ્રમાં પડશે જેના કારણે સુનામી આવશે અને સમુદ્ર કિનારે વસેલા શહેરોને વ્યાપક નુકશાન થશે.

પરમાણું બોમ ફાટશે
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ 2022 માં એક વિનાશકારી પરમાણું બોમ ફાટશે અને તેના કારણે મોટાપાયે વાતાવરણને અસર થશે અને પૃથ્વીની સ્થિતિ પણ બદલાશે.

3 દિવસ સુધી દુનિયામાં અંધારપટ છવાશે
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૨ પહેલા ભારે તબાહી અને પછી શાંતિ લાવશે, આ શાંતિ પહેલા દુનિયામાં 3 દિવસનો અંધારપટ છવાઈ જશે, પાનખરમાં પર્વતો ઉપર બરફ પડશે. કેટલાક દેશો વચ્ચે યુદ્ધ થશે પરંતુ કુદરતી આપત્તીઓના કારણે યુદ્ધ છોડી અસ્ત્વિત્વની લડાઈ લડવી પડશે. 3 દિવસના અંધારપટ બાદ દુનિયા આખી બદલાઈ જશે.િ

આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ માનવી ઉપર હાવી થઈ જશે
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૨ માં ટેકનોલોજી મનુષ્યના મગજને કંટ્રોલ કરવા સક્ષમ બની જશે. ટેકનોલોજી અને રોબટ માનવ જાતીના હરિફ બની જશે.

ભૂમધ્ય સાગરમાં થશે વિસ્ફોટ
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૨ માં મેનોર્કો ટાપુ નજીક ભૂમધ્ય સાગરમાં એક મોટો વિસ્ફોટ થશે.