જો આટલુ કરશો તો જીવન ભર નહીં ખૂટે પૈસા

ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો પૂજા, તપ, કિર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. રોજ સવારે અને સાંજે નિયમિત પણ ભગવાનનું સ્મરણ કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ઘી આવે છે. પૂજા કરતાં સમયે ફળ, ફુ, ધૂપ, દિવા, તેલ, જળ, અન્ય વસ્તુઓનો આપણે ઉપયોગ કરતાં આવ્યા છીએ. સાથે ઘંટડી વગાડીને પણ ભગવાનની સ્તુતિ કરી છીએ. આરતી કર્યા બાદ શંખ પણ વગાડવામાં આવે છે. પરંતુ આપને ખ્યાલ છે કે શંખ વગાડવાથી શુ ફાયદાઓ થાય છે. મંદિરમાં શંખ શા માટે રાખવામાં આવે છે.

શંખ

શાસ્ત્રોમા લખ્યુ છે કે, સમુદ્ર મંથન સમયે 14 રત્નોની પ્રાપ્ત થયા હતા. એમાંનુ એક રત્ન શંખ હતો. માતા લક્ષ્મી સાથે શંખની ઉત્પત્તી થઈ હતી. એટલે શંખને લક્ષ્મીજીનો અનુજ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યાં શંખ વસે છે, ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ હોય છે. એટલા કારણે જ ઘણાં ઘરોમાં પૂજા ગૃહમાં શંખ પણ રાખવામાં આવે છે.  બીજી તરફ વૈજ્ઞાનિકર કારણથી જોઈએ તો શંખનાદથી વાતાવરણમાં વ્યાપેલી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. સાથે સાથે આસુરી શક્તિઓ પણ દુર રહે છે.

પૂજા ગૃહમાં કઈ રીતે રાખવો જોઈએ શંખ

જ્યોતિષ અને પંડિતોના કહેવા પ્રમાણે શંખને હંમેશા જળ એટલે કે પાણીથી ભરેલો રાખવો જોઈએ. બીજા દિવસે શંખના પાણીએ આખા ઘરમાં છંટકાવ કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારત્મક્તાઓ દુર થઈ જાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર શરૂ થઈ જાય છે. શંખને ઘરમાં હંમેશા દક્ષિણાવર્તી રાખવો જોઈએ.

શા માટે વગાડવામાં આવે છે શંખ

ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત અન્ય દેવી દેવતાઓ પણ પોતાના હાથમાં શખ ધારણ કરેલા છે. ઉપરાંત શંખ ભગવાન નારાયણને પણ અતિપ્રિય છે. એટલા માટે જ જ્યારે પણ શ્રી હરિવિષ્ણુની પૂજા થાય છે. ત્યારે શંખ ફરજિયાત રણકારવામાં આવે છે. સત્યનારાયણ કથામાં પણ શંખનો રણકાર કરાય છે. એવું પણ કહેવાય છે, કે શંખ લક્ષ્મીજીનો ભાઈ હોવાથી શંખ રણકાર થાય એટલે અવશ્ય લક્ષ્મીજી પધારે છે.

જો ઘરમાં જો છોડ લગાવવામાં આવે તો ઘરની શાંતિ થશે ભંગ

વાસ્તુશાસ્ત્રમાં ઘર અને ઓફિસ માટે ઘણી બધી શુભ અને અશુભ વાતો કહેવામાં આવી છે. આમાં છોડનો પણ સમાવેશ થાય છે. જો ઘરમાં અશુભ છોડ લગાવવામાં આવે તો શાંતિપૂર્ણ જીવનમાં ઉથલપાથલ થાય છે.

ઘરમાં ઝઘડા શરૂ થાય છે, અશાંતિ ફેલાય છે. તેમજ, કેટલાક છોડ એવા હોય છે જે ઘરમાં સકારાત્મકતા લાવે છે. આટલું જ નહીં ઘરમાં કેટલાક છોડ રાખવા એ દેવી લક્ષ્મીના ઘરમાં રહેવા જેવું છે. આ છોડ ઘરમાં અપાર ધન અને સંપત્તિ લાવે છે.

વાંસનો છોડ (Bamboo Plant)

ઘરમાં વાંસનો છોડ લગાવવો ખૂબ જ શુભ હોય છે. જો તેને ઈશાન (ઉત્તર-પૂર્વ)માં અથવા ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો તે ઘરમાં ધન વરસાવે છે. જે ઘરમાં આ છોડ હોય ત્યાં ક્યારેય સુખ-સમૃદ્ધિની કમી નથી આવતી.

હળદરનો છોડ (Turmeric Plant)

હળદરનો છોડ પણ ખૂબ જ શુભ હોય છે. તે ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે અને જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન હોય તો તેને ઘણી સફળતા, માન-સન્માન અને સુખી જીવન મળે છે. ઘરમાં હળદરનો છોડ લગાવીને રોજ તેની પૂજા કરો, તમારી મનોકામના પૂર્ણ થવામાં સમય નહીં લાગે. આ સિવાય આ છોડ ઔષધીય ગુણોની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે.

ક્રાસુલા (Crassula)

ક્રેસુલાને મની ટ્રી પણ કહેવામાં આવે છે. જે ઘરમાં આ છોડ હોય છે, ત્યાં ધન દિવસ-રાત ચાર ગણું વધી જાય છે. આ છોડને ઘરના મુખ્ય પ્રવેશદ્વારની અંદર લગાવવાનું યાદ રાખો.

તુલસીનો છોડ (Tulsi Plant)

જો કે, દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. તેને માતા લક્ષ્મીનો અંશ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ લાવે છે. રવિવાર અને એકાદશી સિવાય તુલસીના છોડમાં પાણી રેડવું અને દરરોજ સાંજે દીવો કરવો. દિવસો બદલાશે.

શમીનું વૃક્ષ (Shami Plant)

શમીનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જો કુંડળીમાં શનિદોષ હોય તો શમીના છોડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ શુભ ફળ આપવા લાગે છે.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, અમે તેની પુષ્ટિ કરતા નથી.

Diwali 2021: દિવાળીની સફાઈ દરમિયાન જો મળી જાય આ વસ્તુઓ તો સમજી લો કે તમારા અચ્છે દિન શરૂ

સનાતન ધર્મમાં દિવાળીને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે, તેથી જ આ તહેવાર પહેલા આખા ઘરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. આ પછી, ઘરને રંગવામાં આવે છે અને સુંદર બનાવવામાં આવે છે. દિવાળી પહેલા ઘરની સજાવટ કરવામાં આવે છે જેથી માતા લક્ષ્મી ઘરમાં જ વાસ કરે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે. આ માટે ઘરોની સફાઈ, ખરીદી વગેરેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો તમે પણ તમારા ઘરની સફાઈ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ કારણ કે સફાઈ દરમિયાન જોવા મળતી કેટલીક ખાસ વસ્તુઓ તમારું ભાગ્ય બદલી શકે છે.


સફાઈ દરમિયાન આ ચીજોનું મળવું ખુબ જ શુભ
-અચાનક પૈસા મળવા
જો અચાનક સફાઈ દરમિયાન પર્સમાં નોટ અથવા સિક્કા મળી આવે તો તે ખૂબ જ શુભ છે. આ પૈસા મંદિરમાં દાન કરો, તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા લાગશે.
-શંખ કે કોડી
સફાઈ દરમિયાન શંખ અથવા કોડી મળવી ખૂબ જ શુભ હોય છે. આ મા લક્ષ્મીની પ્રિય વસ્તુઓ છે. તેમના મળવાથી પૈસા મળવાની પ્રબળ તકો બને છે.
-મોરપંખ કે વાંસળી મળવી
સફાઈ દરમિયાન અચાનક મોરપંખ કે વાંસળી મળવી એ તમારા પર ભગવાનની કૃપા થવાના સંકેત છે. મતલબ કે તમારા જીવનમાં જલ્દી જ કંઈક સારું થવાનું છે.
-જૂના ચોખા મેળવા
જો તમે ક્યાંક ચોખા રાખીને ભૂલી ગયા હોવ અને સફાઈ દરમિયાન અચાનક તમને તે મળી જાય તો તે ભાગ્ય ચમકવાની નિશાની છે.
-ખાલી લાલ કપડું મળવું
જો સફાઈ દરમિયાન લાલ કપડું મળી આવે તો તે તમારા જીવનમાં સોનેરી સમયની શરૂઆતનો સંકેત છે.

નોંધ- આ લેખ ફક્ત કેટલીક માન્યતાઓના આધારે શેર કરવામાં આવ્યો છે, અમે તેની પુષ્ટિ કરતા નથી.

Navratri 2021: નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરો, આ બાબતોનું રાખો ધ્યાન

Navratri 2021 first day puja: આજથી નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની વિધિવત પૂજા કરવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો હોવાના કારણે મા દુર્ગાજીનું નામ શૈલપુત્રી પડ્યું હતું. મા શૈલપુત્રી નંદી નામના વૃષભ પર સવાર થાય છે. અને તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે. મા શૈલપુત્રીના પૂજનથી જીવનમાં સ્થિરતા અને દ્રઢતા આવે છે. ખાસ કરીને મહિલાઓને મા શૈલપુત્રીના પૂજનથી વિશેષ લાભ થાય છે. મહિલાઓની પારિવારિક સ્થિતિ, દાંપત્ય જીવન અને ઘર કંકાસ અને બીમારીઓ મા શૈલપુત્રીની કૃપાથી દૂર થાય છે.

મા શૈલપુત્રીના ચિત્ર કે મૂર્તિને લાકડાના પાટીયા પર લાલ અથવા સફેદ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરો. મા શૈલપુત્રીને સફેદ વસ્ત્ર ખૂબ પ્રિય છે એટલા માટે મા શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અથવા સફેદ ફૂલો અર્પણ કરવામાં આવે છે. સફેદ બરફીનો ભોગ લગાવો. મા શૈલપુત્રીની સામે ઘીનો દીવો કરો. સફેદ આસન પાથરી ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસો અને ત્યારબાદ ॐ શૈલપુત્રયે નમ: મંત્રનો 108 વખત જાપ કરો.

મા શૈલપુત્રીની પૂજાથી જીવનના તમામ સંકટ ક્લેષ અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. મા શૈલપુત્રીની આરાધનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને કન્યાઓને ઉત્તમ વર મળે છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસનામાં સાધક પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે. મા શૈલપુત્રીની આરાધનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને બીમારીઓથી મુક્તિ મળે છે.